નેશનલ હેલ્‍થ મીશન અંતર્ગત કરાર આધારીત કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો : નાયબ મુખ્‍યમંત્રી

ગાંધીનગર: નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યું છે કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે અનેકવિધ કર્મચારી હિતલક્ષી નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે નેશનલ હેલ્‍થ મીશન અંતર્ગત કરાર આધારીત કામ કરતાં કર્મચારીઓના વેતનમાં વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ વધારો થવાથી કર્મચારીઓને પ્રતિ માસ રૂા.૧પ૦૦ થી પ૦૦૦નો વેતન વધારો મળશે, આના કારણે રાજય સરકારને વાર્ષિક વધારાનું અંદાજે રૂા.૩૪ કરોડનું ભારણ થશે.

નાયબ મુખ્‍યમંત્રી પટેલે ઉમેર્યું કે, સમાન કામ, સમાન વેતન અને મહેનતાણા માટે મળેલ રજૂઆતોને ધ્‍યાને લઇને રાજય સરકારે આ મહત્‍વનો નિર્ણય કર્યો છે. જે હેઠળ આયુષ તબીબો, કાઉન્‍સેલર, સ્‍ટાફનર્સ અને ફીમેલ હેલ્‍થ વર્કર, ફાર્માસીસ્‍ટ, સુપરવાઇઝર, લેબ.ટેકનીશીયન, એકસ-રે ટેકનીશીયન, ટી.બી.હેલ્‍થ વીઝીટર તેમજ વહીવટી સ્‍ટાફ સહિતની ૯૦થી વધુ વિવિધ સંવર્ગોના ૧૪પ૦૦ થી વધુ કર્મચારીઓને આ લાભ મળશે. તેમણે ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્‍વના નિર્ણયનો લાભ કર્મચારીઓને ૧લી એપ્રિલ-
ર૦૧૮ થી એરીયર્સ સાથે આપવામાં આવશે.

error: Content is protected !!