ભારત બન્યો વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ, ફ્રાન્સને પાછળ છોડ્યું

નવી દિલ્હી: વિશ્વ બેંકનાં વર્તમાન રિપોર્ટમાં ફ્રાંસ અને બ્રિટેન જેવાં દેશોને પછાડીને ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે. વિશ્વ બેંકનાં 2017નાં અપડેટ કરાયેલા આંકડાઓમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, છેલ્લાં નાણાંકીય વર્ષમાં ભારતનો જીડીપી  2.597 ટ્રિલિયન ડોલર રહ્યો જ્યારે ફ્રાન્સનો જીડીપી 2.582 ટ્રિલિયન ડોલર રહ્યો. જોકે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તિ આવકનાં મામલામાં ભારત હવે ફ્રાંસથી અનેક ઘણું પાછળ છે. સવા કરોડની વસ્તી ધરાવતું ભારત 6.70 કરોડની આબાદીવાળા ફ્રાંસથી અંદાજે 20 ગણું પાછળ છે.

વધુમાં રિપોર્ટમાં જણાવ્યા મુજબ,  નવેમ્બર 2016માં નોટબંધી કરવા પર અને ગયા વર્ષે 1લી જુલાઇએ જીએસટી લાગુ કરવા પર બજારમાં આવેલ મંદી બાદ હવે મેન્યુફેક્ચરિંગ અને લોકોની ખરીદ ક્ષમતા વધતી જોવા મળી રહી છે અને આ જ કારણોસર જીડીપીમાં ઉછાળો આવ્યો છે.

અનુમાન મુજબ,  વર્ષ 2032 સુધી અમેરિકા અને ચીન બાદ ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બનશે.

error: Content is protected !!