નરેન્દ્રભાઇના ભગીરથ પ્રયાસથી આજે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત થયું છે: વસુંધરારાજે સિંધિયા

ગાંધીનગર: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં નીકળેલી ગૌરવ યાત્રા ગુરુવારે ડીસા, દીયોદર, થરાદ, ભાભર અને રાધનપુર પહોંચી હતી. ગુજરાત ભાજપ આયોજિત આ ‘ગુજરાત ગૌરવ યાત્રા’માં ગુરુવારે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરારાજે સિંધિયા, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, રાજ્ય સરકારના મંત્રી શંકરભાઇ ચૌધરી તથા હરિભાઇ ચૌધરી જોડાયા હતા.

વસુંધરારાજે સિંધિયાએ કહ્યું હતુ કે, આવી ગરમીના વાતાવરણમાં પ્રજા જે ઉર્જાથી ‘‘ભારત માતા કી જય’’ ઘોષ કરતાં હતા તેનાથી તે નિશ્ચિત છે કે, ગુજરાતની જમીન ઉપર ભાજપાનું કમળ ખીલશે. આ મહાત્મા ગાંધીનું, સરદાર પટેલનું અને નરેન્દ્રભાઇ મોદીનું ગુજરાત છે. વિકાસ પુરૂષ નરેન્દ્રભાઇના ભગીરથ પ્રયાસથી આજે સમગ્ર વિશ્વમાં ભારતને એક માનબિંન્દુ સમી ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત થયું છે. નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી નર્મદાનું પાણી રાજસ્થાનના રણ સુધી પાણી પહોચાડ્યુ છે. તેનાથી સમગ્ર રાજ્યના ખેડૂતોને પાણીની સમસ્યાઓ હલ કરીને હરિયાળી ક્રાંતિમાં વધારો થશે તેમ જણાવ્યું હતું. વિકાસના મંત્ર સામે મોદીએ ગુજરાત મોડેલ સાથે આજે સમગ્ર ભારતમાં વિકાસના નવા આયામો કેન્દ્ર સરકાર પ્રસ્થાપિત કરી રહ્યું છે, કેન્દ્ર સરકારની ઉજાલા યોજના, મુદ્રા યોજના, આવી અનેક પ્રજાલક્ષી યોજનાઓ પ્રજાની પડખે ઉભી રહી છે. ગુજરાતમાં પણ વિજયભાઇ રૂપાણીના શાસનમાં કોંગ્રેસે જે પોતાના ૭૦ વર્ષના શાસનમાં કામ નથી કર્યા તે સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓ, માળખાકિય સુવિધાઓમાં વધારો, દલીતો, આદિવાસી, મહિલા, યુવાનના વિકાસ માટે જે યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી ભાજપા સરકાર આ સેવામાં જોડાઇ ગયા છે.

રાજેએ કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું હતુ કે, પ્રજાના દુઃખના સમયે ૪૪ ચૂંટાયેલા જનપ્રતિનિધિ બેંગ્લોરમાં જલસા કરતા હતા ત્યારે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમની ટીમ પ્રજાની વચ્ચે રહીને પ્રજાના હદયમાં સ્થાન લીધું છે. જે કોંગ્રેસ જે મહિલાઓના માટે જે અભદ્રવાણી વિલાસ કર્યા છે તેને ગુજરાતની દરેક મહિલા આવનારી ચૂંટણીમાં તેનું સ્થાન બતાવશે જ.

Related Stories

error: Content is protected !!