બીઝનેસ રેન્કિંગમાં ભારતે લગાવી 30 અંકોની છલાંગ, વિશ્વબેંકનો અહેવાલ: એફએમ

નવી દિલ્હી, દેશગુજરાત: મંગળવારે વિશ્વ બેંક દ્વારા રજુ કરવામાં આવેલા રીપોર્ટમાં ભારતે ‘ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ’ રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. ગયા વર્ષે 130માં સ્થાને રહેલા ભારતે 30 અંકોની છલાંગ લગાવવાની સાથે 100 નંબરનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આ રિપોર્ટમાં  190 અર્થતંત્રનું મૂલ્યાંકન છે, જેમાં 10 સૂચકાંકોનો સમાવેશ થાય છે, જે વ્યવસાયના જીવનચક્રને વિસ્તાર કરે છે. ભારત 10 સૂચકોમાંથી છઠ્ઠા ક્રમે છે અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રણાલીઓની નજીક પહોંચી ગયો છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે, ‘બિઝનેસ રિપોર્ટ 2017′ માં ભારતે 100માં સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ 190 અર્થતંત્રનું મૂલ્યાંકન છે, જેમાં 10 સૂચકાંકોનો સમાવેશ થાય છે, જે વ્યવસાયના જીવનચક્રને વિસ્તાર કરે છે.

આ રિપોર્ટમાં ડીબી રિપોર્ટ, 2018 માં ભારતના કોઈ પણ દેશના ક્રમના સૌથી ઊંચા કૂદકા સાથે ભારતની સુધારણા ટોચની ગણવામાં આવે છે.   આ વર્ષે ડીબીના સૌથી વધુ સુધરેલા અર્થતંત્રોમાં ભારત દક્ષિણ એશિયા અને બ્રિક્સ અર્થતંત્રોમાં એકમાત્ર દેશ છે.

નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરીષદમાં આ અંગેની જાણકારી આપી અને કહ્યું કે, વિશ્વ બેંકે ભારતની પ્રશંસા કરી છે. સૌથી ઉત્તમ પ્રદર્શન કરવામાં ભારતનું સ્થાન 10 દેશોની યાદીમાં સામેલ થયું છે.

error: Content is protected !!