અરુણાચલ પ્રદેશમાં ભારતીય વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ, 5ના મોત

ઇટાનગર, દેશગુજરાત: ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર શુક્રવારે અરુણાચલ પ્રદેશના તવાંગ ગામ પાસે ક્રેશ થઇ ગયું હતું. હેલિકોપ્ટરમાં સવાર વાયુસેનાના 5 કર્મચારીઓનું મોત નીપજ્યું અને એક કર્મચારીને વધુ ઈજા પહોંચતા તેમની સ્થિતિ ગંભીર છે.

ભારતીય વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, શુક્રવારે સવારે અંદાજે 6 વાગ્યે  એમઆઈ-17 વી5 હેલીકોપ્ટર ‘મેંટીનેંસ મિશન’ પર હતું ત્યારે આ ઘટના બની હતી.  અધિકારીએ વધુમાં કહ્યું કે, દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દેવાયો છે. ભારત ચીન સરહદ પર આવેલ તવાંગમાં ઘટના સ્થળે બચાવકર્તા તાત્કાલિક પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત કર્મચારીને નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મોતને ભેટેલા કર્મચારીઓમાં વાયુસેનાના બે પાયલોટનો પણ સમાવેશ થાય છે.

રક્ષામંત્રી નિર્મલા સીતારામન 8 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશના પ્રવાસે જવાના છે. તે દરમિયાન તેઓ આવા જ એમઆઈ-17 વી5 હેલીકોપ્ટરમાં જશે. એમઆઈ -17 રશિયામાં બનેલા સૈનિકોના પરિવહન માટેના હેલીકોપ્ટર છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 5 સપ્ટેમ્બરે સેનાનું એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર પૂર્વ લદાખમાં ક્રેશ થયું હતું.

error: Content is protected !!