અમદાવાદઃ કાંકરિયાને મળ્યો દેશના પ્રથમ સ્વચ્છ સ્ટ્રીટ ફુડ હબનો એવોર્ડ, લો ગાર્ડનની ખાઉ ગલી બીજા નંબરે

અમદાવાદઃ એફએસએસઆઈએ ક્લિન સ્ટ્રીટ ફુડ હબ પ્રોજેક્ટ હેઠળ શહેરના કાંકરિયાને દેશનો પ્રથમ સૌથી સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ લો ગાર્ડનની ખાઉ ગલીને બીજા નંબરનો એવોર્ડ અપાયો છે.

સ્ટેટ ફુડ ડ્રગ એન્ડ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનનાં કમિશનરે આપેલી માહિતી મુજબ, પ્રોજેક્ટ અંતર્ગત ઓડીટર દ્વારા એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદનું ફરવા લાયક સ્થળ કાંકરિયા તળાવ પ્રથમ ક્રમે આવ્યું છે અને અમદાવાદનાં જ લો ગાર્ડનની ખાઉ ગલી બીજા નંબરે આવી છે.

ઉલ્લેખનીય છે કે, જુલાઇ-2017માં યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાયું હતું.

error: Content is protected !!