ભારતનો નવો સિક્સર કિંગ ગુજરાતનો હાર્દિક પંડ્યા

નવી દિલ્હી, દેશગુજરાત: શ્રીલંકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં જ્યારે ભારતનો સ્કોર છ વિકેટે ૩૨૨ રન હતો ત્યારે એવું લાગતું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ આ ઇનિંગ હારી જશે. પરંતુ ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને મૂળ ગુજરાતના વડોદરા શહેરના હાર્દિક પંડ્યાએ આખી બાજી પલટાવી નાખી હતી. તેણે ૯૬ બોલમાં ૧૦૮ રન ફટકારતાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગાની રમઝટ બોલાવી હતી. ટેસ્ટ મેચમાં તેણે ૧૧૨.૫૦નો સ્ટ્રાઇક રેટ નોંધાવ્યો હતો.

આ ઇનિંગ સાથે ટેસ્ટ મેચમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના રેકોર્ડની યાદીમાં હાર્દિક પંડ્યાએ બીજું સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચમાં આઠ સિક્સર સાથે નવજોત સિંહ સિધ્ધુ પ્રથમ સ્થાન પર અકબંધ છે. જ્યારે વિરેન્દ્ર સેહવાગ અને હરભજન સિંહ સાથે હાર્દિક પંડ્યા બીજા સ્થાને પહોંચી ગયો.

 નોંધનીય છે કે, હાર્દિકની કરિયરની આ પહેલી ટેસ્ટ સેન્ચ્યુરી છે. એ ઉપરાંત હાર્દિક પંડ્યાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં હજી સુધી સદી ફટકારી નથી. શ્રીલંકન બોલર પુષ્પકુમારની એક ઓવરમાં હાર્દિકે ઉપરાઉપરી 3 છગ્ગા ફટકાર્યા હતા. કોઈપણ ભારતીય ક્રિકેટર દ્વારા ટેસ્ટ મેચની એક ઓવરમાં બનાવવામાં આવેલા આ સૌથી વધુ રન છે. ક્રિકેટ વિશ્વમાં આ વર્ષે સૌથી વધુ સિક્સર ફટકારનારા ખેલાડીઓમાં હાર્દિકે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે કુલ ૩૫૦ બોલ રમીને આ વર્ષમાં ૨૬ છગ્ગા ફટકાર્યા છે.

error: Content is protected !!