અમરનાથ આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત મહિલા યાત્રીનું મોત, મૃત્યુઆંક 8 પર પહોંચ્યો

શ્રીનગર, દેશગુજરાત: કાશ્મીરમાં અમરનાથની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પર થયેલા આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મહિલા યાત્રીનું રવિવારે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 10 જુલાઈએ અમરનાથ યાત્રીની બસ પર થયેલા આતંકી હુમલામાં અગાઉ  7 લોકોના મોત નીપજ્યા હતા અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બુધવારે વધુ એક મહિલા યાત્રીનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે 47 વર્ષીય લલીતા નામના બહેનની સારવાર શેરે કશ્મીર હોસ્પીટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે, બુધવારે સવારે તેઓ મૃત્યુ પામ્યા છે.

Related Stories

error: Content is protected !!