ઇઝરાયેલે પવિત્ર સ્થળ પર 50 વર્ષથી નાની ઉંમરના લોકોને નમાઝ પઢવા પર રોક લગાવી

યરુશલમ, દેશગુજરાત:  ઇઝરાયેલ પોલીસે જણાવ્યા મુજબ, યરુશલમમાં આવેલા પવિત્ર સ્થળ પર જુમ્માની નમાઝ માટે 50 વર્ષથી નાની વયના લોકોને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.

પોલીસે વધુમાં જણાવ્યું કે, સુરક્ષાને લઈને આકારણી કરવામાં આવી છે જેના દ્વારા સંકેત મળ્યો છે કે શુક્રવારે વિરોધ પ્રદર્શન તેમજ વિક્ષેપ ઉભો કરવામાં આવી શકે છે.

આ પવિત્ર સ્થળ મુસલમાનો માટે હરમ-અલ-શરીફ અને યહૂદીઓ માટે મંદિર શિખર છે. આ જ સ્થળ પર અલ-અક્સા મસ્જિદ અને ડોમ ઓફ ધ રોક આવેલું છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આ સ્થળ પર દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ જૂના શહેરના રોડ તરફની દરેક સડકો પર અવરજવર માર્યાદિત કરી દેવામાં આવશે.

કોઈપણ પ્રકારની હિંસાને રોકવા માટે તેમજ સુરક્ષાના ભાગરૂપે દરેક જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જોકે, અંદાજે 2 સપ્તાહ પછી 27 જુલાઈએ ઇસ્ત્રાઇલી પોલીસ તરફથી આ સ્થળ પર દરેક ઉંમરના લોકોને જવા દેવા માટે પરવાનગી આપમાં આવતા મોટી સંખ્યામાં નમાઝીઓ ત્યાં પહોંચ્યા હતા. જે બાદ ત્યાં હિંસા ફેલાઈ ગઈ હતી.

14 જુલાઈએ આ પવિત્ર સ્થળની નજીક બે ઇઝરાયેલી પોલીસ કર્મચારીઓની હત્યા બાદ તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

error: Content is protected !!