પત્થરબાજો સામે સખ્તાઈથી વર્તે છે ઇઝરાયેલ

ઇઝરાયેલ, દેશગુજરાત: ઇઝરાયેલે 2015માં પથ્થરબાજોને લઈને દેશના કાનૂનમાં મોટો ફેરફાર કર્યો હતો. જે મુજબ, ઇઝરાયેલના સૈનિકો, ત્યાના નાગરીકો અને ગાડીઓ પર પથ્થમારો કરનાર લોકોને ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

ઇઝરાયેલના સાંસદોએ ત્યાના  ફોજદારી કાયદામાં ફેરફાર માટે મતદાન કર્યું હતું. આ ખરડાની તરફેણમાં 51 અને વિરોધમાં માત્ર  17 મત નોંધાયા હતા. આ નો અર્થ એ થયો કે આ અબત આપણા દેશના નેતાઓ માટે એક મહાન પાઠ સાબિત થઇ શકે છે. આ કાયદાની મદદથી ઇઝરાયેલ સરકાર પાસે એ શક્તિઓ આવી ગઈ, જેના દ્વારા તે પથ્થરમારો કરનારના તમામ અધિકારો છીનવી શકે છે.

ઇઝરાયેલમાં જો કોઈ પથ્થરબાજ પથ્થરમારો કરતા પકડાય તો, ત્યાની સરકાર કાયદા મુજબ તેમના માતાપિતાનું નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ અને તેને મળનારી અન્ય સેવાઓ રદ કરી શકે છે.

આ વર્ષમાં જ 8 જાન્યુઆરીએ  ઇઝરાયેલની રાજધાની યરુશલેમમાં એક ફિલીસ્તીની આતંકવાદીએ ઇઝરાયેલના 4 સૈનિકોને ટ્રક નીચે કચડી મોતને ઘટ ઉતાર્યા હતા. આ ઘટનામાં ઇઝરાયેલ તરફથી એક ઐતિહાસિક મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હતો. જે નિર્ણય મુજબ જે આતંકવાદીએ ઇઝરાયેલના 4 સૈનિકોની હત્યા કરી હતી તેના પરિવારે વળતર ચુકવવું પડશે. આ અંતર્ગત આતંકવાદીના પરિવારને અંદાજે 14 કરોડ 85 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

error: Content is protected !!