મોદીની ઇઝરાયેલ મુલાકાત દરમિયાન હું અનેક કાર્યક્રમોમાં તેમની સાથે રહીશ: નેતનયાહૂ

અમદાવાદ, દેશગુજરાતઃ આવતીકાલથી શરુ થઇ રહેલી કોઇપણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ ઇઝરાયેલ મુલાકાત વિશે આજે પ્રધાનમંડળની બેઠકમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહૂએ કહ્યું હતું કે મારે મિત્ર નરેન્દ્ર મોદી આવતીકાલે ઇઝરાયેલ આવી રહ્યો છે. હું મોદીની મુલાકાત દરમિયાન મોટાભાગના કાર્યક્રમોમાં તેમની સાથે હોઇશ.

‘મંગળવારે મારા મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ પહોંચશે. ભારત દેશ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે. છેલ્લા 70 વર્ષમાં ભારતના વડાપ્રધાન દ્વારા ઇઝરાયેલની મુલાકાત સૌપ્રથમ વખત લેવામાં આવી રહી છે, તે ઐતિહાસિક બાબત છે. સાથે જ આ બાબત એ હકીકતની પ્રતીતિ કરાવે છે કે, ભારત સાથેના ઇઝરાયેલના સંબંધો તાજેતરના વર્ષોમાં ખુબ નજીકના સંબંધો થઇ ગયા છે.

આ બાબત મારી અને તેની પ્રારંભિક નીતિનું જ પરિણામ છે. અમે ન્યૂયોર્કમાં યુ.એન. ખાતે અમારી પ્રથમ મુલાકાતમાં અને તે બાદ ડાવોસમાં અમે ઘણા વર્ષો પહેલા આ અંગે ચર્ચા કરી હતી. સરકાર અને દેશના નાગરિકો બંને દેશ વચ્ચે મજબૂત મિત્રતા બાંધવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

આ મુલાકાતમાં સુરક્ષા, કૃષિ, પાણી, ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રો જેમાં ઇઝરાયેલ આગળ છે, તે દરેક ક્ષેત્રો  થાકી વધુ ઊંડાણ પૂર્વક સહકાર આપવા અંગે ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીની ઇઝરાયેલ મુલાકાત દરમિયાન હું તેમના અનેક કાર્યક્રમોમાં તેમની સાથે રહીશ.

Related Stories

error: Content is protected !!