ઇઝરાયેલ ગુજરાતને ડિજીટલ ફાર્મિંગના 100 યુનિટની ભેટ આપશે
June 28, 2018
ઇઝરાયેલ: મુખ્યમંત્રી રૂપાણીના ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન ઇઝરાયેલની સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેકનોલોજી સહિત ડિજિટલ ફાર્મિંગ-એગ્રીકલ્ચર માટેની અગ્રગણ્ય કંપની નેટાફિમના સીઇઓ યુત રન મૈદન – Ran Maidan સાથે વિચાર-વિમર્શની ફળશ્રુતિ રૂપે ગુજરાત માટે ડિજિટલ ફાર્મિંગના દ્વાર ખૂલ્યાં છે.
તદઅનુસાર, ઇઝરાયેલ તરફથી ગુજરાતને પ્રાયોગિક ધોરણે ડિજિટલ ફાર્મિંગનો પ્રોજેક્ટ હાથ ધરવા ડિજિટલ ફાર્મિંગના ૧૦૦ યુનિટ ગીફટ-ભેટ અપાશે. મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઇઝરાયલની આ ડિજિટલ ફાર્મિંગ ભેટ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ગેઇમ ચેંજર બનશે અને ભવિષ્યમાં ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ તરફ લઈ જવામાં મહત્વનું કદમ બનશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત વેળાએ ઇઝરાયેલ દ્વારા બે મોબાઈલ ડિસેલીનેશન યુનિટ ભેટ આપવામાં આવ્યા હતા. અત્રે એ ઉલેખનીય છે કે ડિજિટલ ફાર્મિંગમાં સેન્સર ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે, તે માટી, હવામાનની પરિસ્થિતિ, ભેજની પ્રાપ્યતા, પાકની સ્થિતિ અને તંદુરસ્તીની માહિતી રિયલ ટાઇમના ધોરણે એકત્રિત કરે છે. આ સેન્સર્સ ક્લાઉડ આધારિત ટેક્નોલોજી તથા આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ/ મશીન લર્નિંગ ટેક્નોલોજિઝની મદદથી પાક સંબંધિત તમામ માહિતીનું ટ્રાન્સમિશન તેમજ વિશ્લેષણ થઇ શકે છે.
આ પદ્ધતિ ડ્રીપ ઇરિગેશન ટેક્નોલોજીને ઓટોમેટિક બનાવવા તથા પાણી અને ખાતરની બચત કરવામાં આશીર્વાદરૂપ છે. ડિજિટલ ફાર્મિંગની મદદથી પ્રત્યેક પાકની આવશ્યક્તા મુજબ જ પાણી અને ખાતરનો ઉપયોગ શક્ય બનશે અને આ રીતે ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ શકશે. આ પ્રોજેક્ટની મદદથી ગુજરાતના ખેડૂતોની ખેત ઉત્પાદકતા વધતાં આવકમાં પણ વૃદ્ધિ થશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઇઝરાયલની ડિજિટલ ફાર્મિંગ પદ્ધતિનો ગુજરાતમાં વિનિયોગ કરીને રાજ્યની કૃષિક્રાંતિમાં નવા આયામો સર્જી ગુજરાત ખેતી અને ખેડૂતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ઇઝરાયલની કૃષિ ટેક્નોલોજિઝ અને તકનિકીની જાણકારી ગુજરાતના કૃષિ ક્ષેત્રને વધુ સશક્ત બનાવી શકે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં દેશના કિસાનોની આવક બમણી કરવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ટપક સિંચાઈ પદ્ધતિ જેવી કૃષિક્ષેત્રની શ્રેષ્ઠ પદ્ધતિઓ ઉપરાંત ડિજિટલ સોલ્યૂશન્સથી ગુજરાત કૃષિ ક્ષેત્રે પાક ઉત્પાદકતા વધારવા અને આવક બમણી કરવામાં યોગદાન આપશે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ નેટાફિમના સીઇઓ સાથેની ચર્ચા દરમિયાન જણાવ્યું કે ડિજિટલ ખેતી એ કૃષિ ક્ષેત્રે આવનારા સમયનું સૌથી મોટું પરિવર્તન છે. તેમણે આ પરિવર્તનો માટે ગુજરાતના કૃષિ ક્ષેત્રને સજ્જ કરવા રિયલ ટાઇમ મોનિટરિંગ, સ્માર્ટ એનાલિસિસ એન્ડ કન્ટ્રોલ ઇન ક્લોઝ્ડ પ્લેટફોર્મ, સિંચાઇ માટે ડાયનેમિક ક્રોપ મોડ્સ, ક્લાઉડ ટેક્નોલોજી, ખેડૂતો માટે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને સ્કેલેબલ સોલ્યૂશન્સના ડિજિટલ સોલ્યૂશન્સના ક્ષેત્રે સહયોગ વિશે ચર્ચા કરી હતી.
કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર ડ્રીપ વોટર ઇરિગેશન પદ્ધતિના પ્રણેતા ઇઝરાયલની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સહિત પ્રતિનિધિમંડળે શેરડીના પાકમાં સબ સરફેસ સિંચાઇ પદ્ધતિ વિશે વિશદ ચર્ચા-વિચારણા કરીને વિગતો મેળવી હતી. આ પદ્ધતિના કારણે છોડના મૂળમાં જ પાણી, પોષકદ્રવ્યો તથા અન્ય કૃષિ રસાયણો આપીને સચોટ પરિણામ મેળવી શકાય છે. સબ સરફેસ સિંચાઇ પદ્ધતિ વડે શેરડીનો પાક ૬૦ ટનથી વધારીને ૧૬૦ ટન કરવો શક્ય બને છે. આ પદ્ધતિ અન્ય કૃષિ પેદાશોના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવામાં પણ કારગત નિવડી શકે છે તેની વિગતો પણ ગુજરાત પ્રતિનિધિમંડળે મેળવી હતી. કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર અને ગુજરાત પ્રતિનિધિમંડળના વરિષ્ઠ અધિકારીઓ આ મૂલાકાતમાં સહયોગી થયા હતા.
Related Stories
મુખ્યમંત્રી રૂપાણી 26 જૂને ઇઝરાયેલના પ્રવાસે જશે
મુખ્યમંત્રી રૂપાણી 26 જૂનથી 6 દિવસના ઇઝરાયલ પ્રવાસે, પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસ
મુખ્યમંત્રી રૂપાણીનો ઇઝરાયેલ પ્રવાસ: નવી દિલ્હી હવાઈ મથકે ઇઝરાયેલના ભારતીય રાજદૂત મુખ્યમંત્રીની મુલાકાતે
મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ માટે ઇઝરાયેલની એમ-પ્રેસ્ટ અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ
મુખ્યમંત્રી રૂપાણીએ ઇઝરાયેલના શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી
ઇઝરાયેલની સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેકનોલોજી માટેની કંપની નેટાફિમની મુખ્યમંત્રી રૂપાણીએ મુલાકાત લીધી
ગુજરાત-ઇઝરાયેલ વચ્ચે કૃષિ-બાગાયત સહિતના ક્ષેત્રે જોઇન્ટ વર્કીંગ ગૃપની રચના કરાશે
ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતિનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણય
ઇઝરાયલે વિકસાવેલા સાયબર ક્રાઇમ ડિટેકશન-પ્રિવેન્શન-ફોરેન્સિક્સ અંગેના તજજ્ઞો-સંચાલકો સાથે મુખ્યમંત્રી રૂપાણીની બેઠક
જેરૂસલામમાં 800થી વધુ વર્ષથી ભારતીયો માટે વિરામ સ્થાન-ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની મુખ્યમંત્રી રૂપાણીએ મુલાકાત લીધી
ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાના 16 એમઓયુ પર હસ્તાક્ષર
ઇઝરાયેલમાં ટ્રાફિક નિયંત્રણ-દરિયાઇ સુરક્ષામાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ, મુખ્યમંત્રી રૂપાણીએ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની માહિતી મેળવી
મુખ્યમંત્રી રૂપાણીએ ઇઝરાયેલમાં યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી
કૃષિ-પશુપાલન સેકટરમાં 9 વિષયોમાં ઇઝરાયેલ ટેકનોલોજી-બેસ્ટ પ્રેકટીસીસના પાયલોટ પ્રોજેકટસ ગુજરાતમાં હાથ ધરાશે: રાજ્ય સરકાર
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે