ઇઝરાયેલના વડાપ્રધાન 14 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સાથે ગુજરતમાં ઉડાવશે પતંગ

અમદાવાદ, દેશગુજરાત: ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 14 જાન્યુઆરીએ ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદી દ્વારા અમદાવાદમાં નેતન્યાહુનું સ્વાગત કરવામાં આવશે.

મોદીએ ભૂતકાળમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડા પ્રધાન શિંઝો એબેને પણ પોતાના ગૃહ રાજ્યમાં(ગુજરાતમાં) આવકાર્યા હતા.

14 જાન્યુઆરીને ગુજરાતમાં મકરસંક્રાંતિ/ ઉત્તરાયણ/ પતંગ ઉડાવવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેતન્યાહુ અને મોદી આ દિવસે ગુજરાત મુલાકાત દરમિયાન પતંગ ઉડાવે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ સાથે જ 15 અને 16 જાન્યુઆરીએ દિલ્હીમાં નેતન્યાહુની સત્તાવાર બેઠક યોજાશે. વિગતવાર કાર્યક્રમ પર હજુ કામ ચાલી રહ્યું છે. ન્યુઝ એજેન્સી પીટીઆઈને સુત્રોએ જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં યોજાનાર બેઠકમાં ટોચના નેતાઓ સામેલ થશે.

18 જાન્યુઆરીએ નેતન્યાહુ ઇઝરાયેલ પરત ફરશે. આ મુલાકાત દરમિયાન નેતન્યાહુ આગ્રાની મુલાકાત લે તેવી પણ શક્યતા છે.

વર્ષ 2003માં ઇઝરાયેલ વડાપ્રધાન શેરોને દિલ્હીની મુલાકાતના 15 વર્ષ પછી ઇઝરાયેલના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવનાર છે.

ગયા વર્ષે ‘મેં એન્ટાર્કટિકા ઉપરાંત તમામ ખંડોમાં મુલાકાત લીધી છે અને જાન્યુઆરીમાં હું મારા વહાલા સારા મિત્ર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે  મુલાકાત અને ભારત પ્રવાસ પર જઈશ. ભારતની વસ્તી માનવતાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. નેતન્યાહુએ ગયા મહિને  નેસૈત (ઈઝરાયેલી સંસદ) શિયાળુ સત્ર શરૂ થયું ત્યારે આ અંગેની વાત કરી હતી.

error: Content is protected !!