સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાછા ફરવું અત્યંત કઠિન હતું, ગોળીઓ કાન પાસેથી પસાર થઈ હતી: પુસ્તકમાં મેજર માઈક ટેન્ગો

નવી દિલ્હી: અંકુશરેખાની પેલે પાર કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક ચોક્કસ અને ઝડપી રહી હતી, પરંતુ આ હિંમતભર્યા મિશનની આગેવાની લેનારા મેજર જણાવે છે કે આ કાર્યવાહી પતાવ્યા બાદ પાછા ફરવું ભારે મુશ્કેલીભર્યું રહ્યું હતું અને દુશ્મનોએ છોડેલી ગોળીઓ કાન પાસેથી પસાર થઈ હતી.

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈકની પ્રથમ વર્ષગાંઠ પર પ્રગટ થઈ રહેલા નવા પુસ્તકમાં આ દિલધડક મિશનની રસપ્રદ વાતોને આવરી લેવામાં આવી છે.

‘ઈન્ડિયાસ મોસ્ટ ફીઅરલેસ: ટ્રુ સ્ટોરીઝ અૉફ મોર્ડન મિલિટરી હીરોઝ’નામના આ પુસ્તકમાં મેજર માઈક ટેન્ગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બદલો લેવા માટેના આ મિશનમાં ઉરી હુમલામાં લશ્કરના જે એકમોએ નુકસાની ભોગવી હતી તેના સૈનિકોને આ મિશનમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે ઘાતક પલટૂનની રચના કરવામાં આવી હતી.

સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મિશનની જવાબદારી મેજર ટેન્ગોને સોંપવામાં આવી હતી.

એક ટીમ લીડર તરીકે મેજર ટેન્ગોએ અધિકારીઓ અને સહાયક ભૂમિકા ભજવનારા તમામની પસંદગી પોતાની રીતે કરી હતી.

મેજર ટેન્ગો એ વાતથી પણ વાકેફ હતા કે 19 જણની જિંદગી તેમના હાથમાં હતી. આ મિશન માટે મેજર ટેન્ગોએ શ્રેષ્ઠ ટીમની પસંદગી કરી હતી.

આ પુસ્તક શિવ અરૂર અને રાહુલ સિંઘ દ્વારા લખવામાં આવ્યું છે અને પેન્ગુઈન ઈન્ડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

error: Content is protected !!