જામનગર: એરફોર્સનું વધુ એક ફાઇટર વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, પાયલોટનો આબાદ બચાવ

જામનગર: ઇન્ડિયન એરફોર્સ (વાયુસેના)નાનું વધુ એક જગુઆર વિમાન આજે (શુક્રવારે) જામનગર નજીક ર્દુઘટનાગ્રસ્ત થયું છે. સદનસીબે આ અકસ્માતમાં પાયલોટનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, 4 દિવસ પહેલા (5 જૂન, મંગળવાર) કચ્છમાં મુંદ્રાના બેરાજા ગામની ગૌચર જમીન વિસ્તારમાં જગુઆર ફાઈટર વિમાન ર્દુઘટનાગ્રસ્ત થયું હતું। જેમાં પાઇલટ સંજય ચૌહાણ શાહિદ થયા હતા. આ સાથે બે ડઝન જેટલી ગાયોના મોટ થયા હતા. એક જ અઠવાડિયામાં વિમાન દુર્ઘટનાના  2 બનાવ બનતા તપાસના આદેશ આપી દેવાયા છે.

જામનગર પાસે આજે સવારે  9:20 કલાકે એરફોર્સનું જગુઆર વિમાન ટ્રેનિંગ માટે નિકળ્યું હતું. જે ર્દુઘટનાગ્રસ્ત થતાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. વિમાનમાં ટેકનિકલ ક્ષતિ હોવાનું ધ્યાને આવતાં સમય સુચકતા વાપરી પાયલોટે વિમાનમાંથી પેરાશૂટ સાથે છલાંગ લગાવી લેતા તેમનો બચાવ થયો હતો.  દુર્ઘટના સમયે જગુઆરના ટાયરમાં પણ આગ લાગી હતી.  સમગ્ર ઘટના મામલે કોર્ટ ઓફ ઈન્કવાયરી (સીઓઆઈ)ના આદેશ આપી દેવાયા છે.

error: Content is protected !!