જન્માષ્ટમી: રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉજવણી, સુરતમાં ધીમી ધારે વરસતા વરસાદમાં યોજાયા મટકી ફોડ કાર્યક્રમો

સુરતઃ જન્માષ્ટમીના પર્વની ગુજરાત સહીત દેશભરમાં ધામધૂમ પૂર્વકની ઉજવણ કરવામાં આવી રહી છે. આ સાથે જ ભાવિક ભક્તો આજે (સોમવારે) રાત્રે 12:00 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આજે સમગ્ર દિવસ દરમિયાન પણ ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સુરતમાં હળવા વરસાદી ઝાપટાંઓની વચ્ચે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ભારે ઉત્સાહ સાથે ગોવિંદાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આજે સવારથી જ કૃષ્ણના દર્શન માટે મંદિરોમાં ભક્તોની ભોડ જોવા મળી હતી.

‘મોખણ ચોર નંદ કિશોર અને નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. શહેરમાં આવેલા કૃષ્ણ મંદિર, ઈસ્કોન મંદિર સહિતના મંદિરોમાં  વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંદિરોમાં જન્માષ્ટમીને લઈને ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવી છે.

સુરતમાં આવેલા ઈસ્કોન મંદિરની વાત કરીએ તો ભગવાન કૃષ્ણની મૂર્તિને ચારેક લાખથી વધુની કિંમતના વાઘા પહેરાવવામાં આવ્યાં છે.

શહેરમાં વહેલી સવારથી જ મટકી ફોડના કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યાં હતા. જેમાં ગોવિંદા મંડળો દ્વારા સોસાયટીઓમાં બંધાયેલી મટકી ફોડીને જય શ્રી કૃષ્ણના નાદ લગાવવામાં આવ્યા હતા. ઢોલ નગારાના તાલે અને લેઝિમ ડાન્સ સાથે ગોવિંદા મંડળો દ્વારા અનોખી રીતે પિરામિડ બનાવીને શક્તિની સાથે એકતાનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!