જાપાનમાં શિંઝો આબેનો જોરદાર વિજય, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

ટોક્યો, દેશગુજરાત: જાપાનમાં મધ્ય સત્રની ચૂંટણીમાં વડાપ્રધાન શિંઝો આબેનો જોરદાર વિજય મળ્યો છે. આ વિજયથી આબેને વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રને વધુ સંગીન બનાવવા તેમજ ઉત્તર કોરિયા સામેના વલણને કડક બનાવવામાં મદદ મળી રહેશે. મધ્ય સત્ર ચૂંટણીમાં આબેના પક્ષને બે તૃત્યાંશ બહુમતી મળી છે.

કન્ઝર્વેટિવ મોરચાને જાપાનની સંસદની 465માંથી 311 બેઠકો પર જીત મેળવવામાં સફળતા સાંપડી છે. ભવ્ય જીતને લઈને કન્ઝર્વેટિવ મોરચાએ ઉજવણી કરીને વધાવી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન શિંઝો આબે ફરીવાર જાપાનના વડાપ્રધાન બનતાં તેમને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કરી કહ્યું હતું કે,  મારા મિત્રો શિંઝો આબેને ચૂંટણીમાં મોટી જીત હાર્દિક શુભેચ્છા. બંને દેશો વચ્ચેના સંબંધો વધારે સંગીન બનાવવા માટે તેઓ ઉત્સુક છે.

આબેની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)ને નબળા વિરોધ પક્ષનો લાભ મળ્યો છે. તેમની સામેના બે મુખ્ય પક્ષ ગયા અઠવાડિયે જ અસ્તિત્વમાં આવ્યા હતાં. થોડા અઠવાડિયા અગાઉ ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકે પાર્ટી ઓફ હોપની સ્થાપના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને તોફાની પવન વચ્ચે પણ મોટી સંખ્યામાં જાપાનના લોકો મત આપવા માટે ઉપટી પડ્યા હતા.

error: Content is protected !!