અમદાવાદમાં આવતીકાલથી જાપાન એક્સટરનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેટ્રોના બિઝનેસ સપોર્ટ સેન્ટરનો પ્રારંભ થશે

અમદાવાદ: અમદાવાદમાં આવતી કાલ (ગુરુવાર)થી જાપાન એક્સટરનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રોના બિઝનેસ સપોર્ટ સેન્ટરનો પ્રારંભ થશે.

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે જાપાન સાથે મૈત્રી કેળવવા ના જે પ્રયાસો કર્યા તેના ફળદાયી પરિપાક રૂપે જાપાન 2003 થી વાયબ્રન્ટ સમ્મિટ માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. જાપાન ના 80 જેટલા ઉદ્યોગો ગુજરાત માં  કાર્યરત છે. હવે આ બિઝનેસ સેન્ટર શરૂ થતા જાપનીઝ ઉદ્યોગકારો ને ગુજરાતમાં રોકાણો અને ઉદ્યોગ સઁસ્થાપન માટે સરળ સહુલિયત મળતી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી  જેટ્રો ના ચેરમેન અને સી.ઈ.ઓ હિરોયુકિ ઇશીગે અને મુંબઈ સ્થિત જાપાન ના કોન્સયુલ જનરલની ઉપસ્થિતીમાં આ  બિઝનેસ સેન્ટરનો શુભારંભ કરાવશે. સપ્ટેમ્બર 2017 માં જાપાનીઝ પ્રધાનમંત્રી શીંઝો ઍબે ની ગુજરાત મુલાકાત વેળાએ આ સેન્ટર  ગુજરાત માં શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા હતા.

અમદાવાદમાં કાર્યરત થાનારું આ બિઝનેસ સપોર્ટ સેન્ટર ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર બની રહેશે. આવતી કાલે ગુરુવારે સવારે 10 30 કલાકે આ સેન્ટરના પ્રારંભનો સમારોહ હોટલ ક્રાઉન પ્લાઝા સીટી સેન્ટર એસ.જી હાઇવે ખાતે યોજાવાનો છે.

error: Content is protected !!