15 જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે સાઈન કરવા જઈ રહી છે સમજૂતી

ગાંધીનગર, દેશગુજરાત: લગભગ 15 જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા જઈ રહી છે. જે પૈકી ત્રણ કંપનીએ જમીન મેળવવાની શરૂઆત કરી છે. પ્રસ્તાવિત રોકાણ માટે સમજૂતીપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની હાજરીમાં મહાત્મા મંદિરમાં હસ્તાક્ષર કરવામાં આવશે.

ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંહે મંગળવારે કહ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ માટે હજુ વધારે જાપાનીઝ કંપનીઓ આગળ આવશે.

તેઓએ કહ્યું કે, 55 સભ્યોનું મજબુત વેપારી પ્રતિનિધિમંડળ ગુજરાત આવી રહ્યું છે. તેઓ જાપાનીઝ ઔદ્યોગિક ટાઉનશિપની મુલાકાત લેશે.

મળતી માહિતી મુજબ, રાજ્યને આંતરમાળખાકીય વિકાસ માટે અને અલંગ  શિપ ભંગાણ યાર્ડના વિકાસ માટે નીચા વ્યાજ પર લોન મળશે.

error: Content is protected !!