જસદણ પેટા ચૂંટણી જંગમાં 8 ઉમેદવારો મેદાનમાં, ભાજપ – કોંગ્રેસ વચ્ચે જામશે જંગ

જસદણ : જસદણ પેટા ચૂંટણી લઈને રાજકારણ ગરમાયુ છે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ સહીત અપક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આજે (ગુરુવારે) ઉમેદવારી પાછી ખેચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે 7 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેચી લીધું છે. છેલ્લે જસદણ પેટા ચૂંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જસદણ પેટા ચૂંટણીમાં જ્ઞાતિદાના સમીકરણને જોઇએ તો 5 કોળી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે એક-એક ઉમેદવારમાં પટેલ, દલીત અને બ્રમ્હક્ષત્રીય સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

જસદણ પેટા ચૂંટણીને લઇ ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેવું રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે. બંને કોળી સમુદાયમાં સારી પકડ ધરાવે છે. ભાજપના બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકિયા જે એક સમયે બાવળિયાના ચેલા કહેવાતા તેઓ આજે ચૂંટણી જંગમાં સામસામે આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ઉમેદવારોના નામ –

નામ પક્ષ
કુવરજી મોહન બાવળીયા ભાજપ
અવસર કાનજી નાકીયા કોગ્રેસ
દીનેશ સના પટેલ નવ ભારત નીર્માણ મંચ
ધરમશી રામજી ઢાયા વ્યવસ્થા પરિવર્ત ન પાર્ટી
મુકેશ મોહન ભેસંજાળીયા અપક્ષ
નાથાલાલા પુંજાભાઇ ચિત્રોડા અપક્ષ
નીરુપાબેન નટવરલાલ માઘુ અપક્ષ
ભરત જેસા માનકોલીયા અપક્ષ

Related Stories

error: Content is protected !!