જસદણમાં 20 ડિસેમ્બરે યોજાશે પેટા ચૂંટણી, 23 ડિસેમ્બરે પરિણામ

જસદણ : જસદણની પેટા ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 20 ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 23 ડિસેમ્બરે આવશે.

જસદણની પેટા ચૂંટણી માટે 26 નવેમ્બરે ગેઝેટ નોટીફીકેશન જાહેર કરવામાં આવશે. આ સાથે જ ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર રહેશે અને 4 ડિસેમ્બરે તમામ ફોર્મની સ્ક્રૂટીની થશે. જે બાદ 6 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.

jasdan-election

ઉલ્લેખનીય છે કે, જસદણની પેટા ચૂંટણી યોજાઈ તે પહેલા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવવાની સાથે જાણે પક્ષ પલટાની પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. ઘણા નેતાઓ પક્ષ પલટો કરી ચુક્યા છે અને હજુ પણ કેટલાક નેતાઓ પક્ષ પલટાની તૈયારી કરીને બેઠા હોવાની માહિતી મળી રહી છે. જસદણમાં ભાજપ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં સભ્યો સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે.

error: Content is protected !!