ગુજરાત ગૌરવ યાત્રા એ ગુજરાત વિરોધી, વિકાસ વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપનારી બની રહેશે: વાઘાણી

મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરતાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કહ્યું  કે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા બુલેટ ટ્રેનની સ્પીડ પકડી ચુકી છે. ગુજરાતના વિકાસની ચર્ચા આજે દેશ અને દેશના સીમાડા વટાવીને વિદેશમાં થઈ રહી છે. જગત જમાદાર અમેરિકા પણ આપણી ભાષા  બોલી રહયું છે. બાકી કૉંગ્રેસના શાસનમાં આપણી વિદેશ નીતિ અમેરિકા ના ઈશારે નક્કી થતી હતી જ્યારે આજે આપણો સાવજ જેવો ગુજરાતી, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે અમેરિકા સહિત તમામ દેશ લાલ જાજમ પાથરીને નરેન્દ્રભાઈને આવકાર આપી સ્વાગત કરી રહયા છે. તેનું આપણને ગૌરવ છે. એની આ ગૌરવ યાત્રા છે. આ ફકત નરેન્દ્રભાઈનું નહીં સમગ્ર ગુજરાત, સમગ્ર હિન્દુસ્થાનનું સ્વાગત સન્માન છે તેનું આપણને ગૌરવ છે. એની આ ગૌરવ યાત્રા છે. સાડા છ ગુજરાતીઓ ના ગૌરવ માટેની આ ગૌરવ યાત્રા છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગૌરવની આ ગૌરવ યાત્રા છે.

વિકાસના નામે સવાલો ઉભા કરનારાઓને આડે હાથે લેતા વાઘાણીએ કહ્યું કે, ગુજરાતનો વિકાસએ ભારતીય જનતા પાર્ટીની ૨૦ વર્ષની મહેનતનું પરિણામ છે. જેને એળે નહીં જવા દેવાય. આ કૉંગી નહીં ઢોંગી પાર્ટી છે જે દર વખતે ઇલેકશનમાં જનતાને છેતરવા માટે નવા નવા પેંતરા રચે છે પરંતુ આ ઢોંગી કૉંગીને ગુજરાતની જનતા સારી રીતે ઓળખી ગઈ છે. કોંગ્રેસ હવે મૂંગેરીલાલ કે હસીન સપને  બતાવવાનું બંધ કરે. ગુજરાતના વિકાસમાં બાધારૂપ કોંગ્રેસ હવે કોઈ કાળે સ્વીકાર્ય નથી. ગુજરાત વિરોધી, વિકાસ વિરોધી કૉંગ્રેસને જડબાતોડ જવાબ આપવા માટેની આ ગુજરાત ગૌરવ યાત્રા છે.

રવિવારે સવારે લીંબડીથી પ્રસ્થાન થયેલી ગુજરાત ગૌરવ યાત્રાનું ચોટીલા, સાયલા, સાંગાણી, ભલગામ, મહિકા, જોધપર, લાલપર, વાંકાનેર, ઢૂવા, મકનસર,લાલપર,મોરબી, વીરપર, ધ્રુવનગર, ટંકારા તથા પડધરી ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બહેનો માથે કળશ મૂકી કંકુ તિલક કરી ગૌરવ યાત્રાના સુકાની વાઘાણીને આવકાર આપ્યો હતો. ઢોલ નગારા DJ ના તાલે યુવાનો ઝુમી ઉઠ્યા હતા. કેસરી ખેસ, માથે ટોપી, હાથમાં કેસરી ઝડો લઈ યુવાનો બાઈક રેલી સાથે મોટી સંખ્યામાં ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાયા હતા.

●  ગુજરાત ગૌરવ યાત્રાનું સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ભવ્યાતિભવ્ય સ્વાગત સન્માન કરાયું.
● ચોટીલામાં સ્વાગત પોઇન્ટ ન હોવા છતાંય ગુજરાત ગૌરવ યાત્રા ને આવકારવા  સાયલા ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ઢોલ નગારા તથા ફટાકડા સાથે ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.
● ચોટીલા ના સાંગાણી ગામે સુખસાગર ડેરીના ચેરમેન રામભાઈ મેવાડા સહિતના આગેવાનોએ જીતુભાઇ વાઘાણીને પરંપરાગત બંડી, પાઘડી તથા ફુલમાળા પહેરાવી સ્વાગત સન્માન કર્યું.
● ચોટીલામાં પણ ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું.
● સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિધાનસભાના મહિકા ગામે તરણેતરના મેળાની ઓળખ સમાન મોરરૂપી છત્રી દ્વારા પ્રદેશ પ્રમુખનું વિશિષ્ટ સ્વાગત સન્માન કરાયું
● ગુજરાત ગૌરવ યાત્રાને આવકારવા માટે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના યુવા મોરચાના યુવાનો માથે કેસરી ટોપી,ખેસ અને હાથમાં ઝંડો લઈ બાઈક રેલી સાથે મોટી સંખ્યામાં ગૌરવ યાત્રામાં જોડાયાં હતા.

Related Stories

error: Content is protected !!