જયા અને અમિતાભ બચ્ચન પાસે છે 10 અબજની સંપત્તિ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ છે મિલકત

મુંબઈ: અભિનેતા અમિતાભ બચ્ચન અને તેઓના પત્ની જયા બચ્ચનની કુલ સંપત્તિ 10 અબજ રૂપિયાની હોવાનું સામે આવ્યું છે. બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી તે દરમિયાન તેમની સંપત્તિની આ વિગતો જાહેર કરી હતી.

જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભાની ઉમેદવારી નોંધાવી તે બાદ સામે આવેલી માહિતી પ્રમાણે, બચ્ચન દંપતીની કુલ સંપત્તિ 6 વર્ષમાં ડબલ થઇ ચુકી છે. 2012માં બચ્ચન દંપતીની કુલ સંપત્તિ 500 કરોડ રૂપિયા હતી તે 2018માં વધીને બમણી એટલે કે 1.000 કરોડ રૂપિયા થઇ ચુકી છે.

ઉમેદવારી પત્રમાં જાહેર કરાયેલી વિગતો મુજબ, બચ્ચન દંપતી પાસે કુલ 460 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને 540 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. જે 2012માં અનુક્રમે 152 કરોડ અને 343 કરોડ રૂપિયા હતી. આ સાથે જ તેમની દંપતી પાસે કુલ 62 કરોડ રૂપિયાની જ્વેલરી, 13 કરોડ રૂપિયાનની 12 કારોનો પણ સમાવેશ થાય છે. જેમાં રોલ્સ રોયસ, 3 મર્સિડીઝ, 1પોર્શે અને 1 રેન્જરોવર કાર સામેલ છે. આ ઉપરાંત અભિતાભ બચ્ચન 1 નેનો કાર અને 1 ટ્રેકટર પણ ધરાવે છે.

જયા બચ્ચન દ્વારા પોતાના એફિડેવિટમાં વિદેશમાં જમા થયેલી ધનરાશિની વિગત જાહેર કરી હતી. જે મુજબ, બચ્ચન દંપતી દુબઈ, લંડન અને પેરિસમાં બેંક ખાતું ધરાવે છે. દેશ અને વિદેશમાં મળીને બચ્ચન દંપતી  કુલ 19 બેંકમાં ખાતા ધરાવે છે. આ ખાતાઓમાંથી જયા બચ્ચનના નામ પરના 4 ખાતામાં કુલ 6.84 કરોડ રૂપિયા જમા છે. જયારે અમિતાભ બચ્ચનના 15 ખાતાઓમાં 47.47 કરોડ રૂપિયાથી વધુ કેશ અને ફિક્સ ડીપોઝીટ જમા છે.

આ ઉપરાંત અમિતાભ પાસે 3.4  કરોડ રૂપિયાની અને જયા બચ્ચન પાસે કુલ 51 લાખ રૂપિયાની ઘડિયાળ છે. આ ઉપરાંત  અમિતાભ બચ્ચન 9 લાખ રૂપિયા કરતા વધુ રકમની પેન છે. બચ્ચન દંપતી મુંબઈ અને દિલ્લીમાં પ્રોપર્ટી ધરાવે છે આ ઉપરાંત તેઓ ફ્રાન્સમાં બ્રિગ્નોગન પ્લેગમાં 3,175 ચોરસ મીટરનો રેસિડેન્શિયલ પ્લોટ પણ ધરાવે છે. તેઓ ભારતમાં ગાંધીનગર, અમદાવાદ, નોઇડા અને ભોપાલમાં પણ પ્રોપર્ટી ધરાવે છે.

જયા બચ્ચન લખનઉમાં આવેલા કાકોરી એરિયામાં 1.22 હેકટરનો એગ્રીકલ્ચર પ્લોટ ધરાવે છે. જેની કિંમત 2.2 કરોડ રૂપિયા છે. અમિતાભ બારાબંકી જિલ્લાના દત્તપુર એરિયામાં 3 એકર પ્લોટના માલિક છે. જેની કિંમત 5.7 કરોડ રૂપિયા છે.

error: Content is protected !!