જીયોએ એક વર્ષમાં 54 ગ્લોબલ પેટન્ટ ફાઇલ કરી

મુંબઇઃ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો દ્વારા વર્ષ 2016-17 દરમિયાન 54 ગ્લોબલ પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જીયો નેટવર્કમાં જેટલો ડેટા વપરાશ થાય છે તે અમેરિકાના કુલ ડેટા વપરાશ કરતા વધુ છે અને ચીનના કુલ ડેટા વપરાશ કરતા બમણો છે.

જીયો અવાજથી દ્રશ્ય એટલે કે વોઇઝથી વિડિયોના યુગમાં આગેકૂચ કરવા માંગે છે અને તેની ફયુચર રેડી ટેકનોલોજી 5જી, 6જી અને તેથી પણ અત્યાધુનિક ટેકનોલોજીમાં પરિવર્તિત થવા માટે સક્ષમ છે તેમ એન્યુઅલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. કંપની આ વર્ષના અંત સુધીમાં દેશની 95 ટકા વસ્તી સુધી પોતાની પહોંચ વિસ્તારવા માટે કાર્યરત છે. કંપનીના જણાવ્યા અનુસાર તેના પ્રવેશ સાથે જ માર્કેટમાં ડેટા વપરાશના ક્ષેત્રે અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. દસ કરોડથી વધુ જીયો ગ્રાહકો એક અબજ જીબીથી વધુ ડેટાનો વપરાશ દરેક મહિને કરે છે. જીયોના લોંચ સાથે મોબાઇલ બ્રોડબેન્ડ કવરેજ ભારતમાં પંચોતેર ટકા જેટલા ઉંચા સ્તરે પહોંચ્યું છે જે અમેરિકાની બરાબરીનું છે.

error: Content is protected !!