ભારતની ક્રિકેટ મેચ હવે જિયોટીવી ઉપર લાઈવ જોવા મળશે, જિયો અને સ્ટાર વચ્ચે કરાર

મુંબઈ: વિશ્વના સૌથી મોટા ડેટા નેટવર્ક જિયોએ આજે ભારતના લીડીંગ ટીવી બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા સાથે પાંચ વર્ષની સમયાવધિની એક ભાગીદારી જાહેર કરી છે. ભાગીદારી થકી સ્પોર્ટ્સના મનોરંજનના ક્ષેત્રે એક નવા યુગનો દેશમાં આરંભ થશે. જિયો અને સ્ટાર ભારતના દરેક ક્રિકેટ મેચનું પ્રસારણ હવેથી જિયોટીવી અને ઉપર કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ અને સ્ટાર ઇન્ડિયા પ્રા. લી એ સમજુતી કરાર કર્યા હતા.

માત્ર આટલું જ નહિ પણ સૌથી પ્રથમ વખત જ કિકેટ પ્રોડકશન, મોબાઈલ સ્ટ્રીમીંગ અને હાઈ-સ્પીડ નેટવર્કે હાથ મિલાવ્યા છે જેનાથી ક્રિકેટની રમત અને તેનું શ્રેષ્ઠ કન્ટેન્ટનો લાભ ભારતના દર્શકો અને ક્રિકેટ ચાહકોને મળશે.

આ ભાગીદારી હેઠળ

૧. દરેક T20 મેચ

૨. દરેક વન-ડે ઇન્ટરનેશનલ મેચ

૩. દરેક ટેસ્ટ મેચ

૪. BCCI આયોજિત ભારતમાં રમાતી દરેક મહત્વની સ્થાનિક સ્પર્ધાઓ

આ નવીન પ્રસ્તુતિમાં ગ્રાહકોને કેન્દ્રમાં રાખી જિયો અને સ્ટાર આ પ્રકારની અન્ય રજુઆતો પણ ભવિષ્યમાં લાવી શકશે.

“પોતાના ગ્રાહકો માટે જિયો સતત નવી અને એક્સક્લુઝિવ કન્ટેન્ટ લઈ આવી રહ્યું છે, આ વખતે તે જિયોટીવી થકી છે. ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી પણ તેની પૂજા થાય છે. દરેક ભારતીય માટે શ્રેષ્ઠ સ્પોર્ટસ કન્ટેન્ટ ઉપલભ બનવી જોઈએ. એટલું જ નહિ એના માટે શ્રેશ ક્વોલીટી અને ગ્રાહકોને પરવડે એવી કિંમતે બેન્ડવિથ પણ ઉપલબ્ધ હોવી જોઈએ. આ ભાગીદારી થકી અમે આ બન્ને ચીજોને સાંકળી રહ્યા છીએ. ઉદેશ્ય છે શ્રેષ્ઠ સ્પોર્ટસ કન્ટેન્ટ અને ગ્રાહકો માટે જિયોની શ્રેષ્ઠ માળખાકીય સગવડો જોડી રહ્યા છીએ.

સ્પોર્ટસ, ઓગમેન્ટેડ રિયાલીટી, વર્ચ્યુઅલ રિયાલીટી જેવી આધુનિક સવલતો લાવી આગામી દિવસોમાં ગ્રાહકો માટે નવો અનુભવ લાવવાનું જિયો વચન આપે છે,” એમ આકાશ અંબાણી, ડીરેક્ટર, જિયોએ જણાવ્યું હતું.

“ટેલીવિઝન અને ડીજીટલ બન્ને પ્લેટફોર્મ ઉપર છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં અમે રમત માણવાનો અનુભવ અમે બદલી ન્કાહ્યો છે. BCCIની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ વિશ્વમાં અન્ય રમતોની જેમ અદભૂત લ્હાવો છે. જેમ અન્ય રમતોમાં અમે રોકાણ કરી તેનો અનુભવ ટીવી દર્શકો માટે બદલ્યો છે એવી જ રીતે કિકેટ માટે પણ અમે કામ કરી રહ્યા છીએ. રિલાયન્સ જિયો સાથેની આ ભાગીદારી થકી અમે ક્રિકેટની રમતના દર્શકોના અનુભવને નવી ઉંચાઈએ લઇ જશું,” સંજય ગુપ્તા, મેનેજીંગ ડીરેક્ટર સ્ટાર ઇન્ડીયાએ જણાવ્યું હતું.

error: Content is protected !!