2021 સુધીમાં જિયો ભારતમાં નંબર 1 ટેલીકોમ કંપની બનશે

નવી દિલ્હી : ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણની રિલાયન્સ જિયોઇન્ફોકોમ વર્ષ ૨૦૨૧ સુધીમાં સૌથી વધુ આવક મેળવતી અને વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવતી દેશની નમ્બર ૧ ટેલીકોમ કંપની બનશે એવી આગાહી સેનફોર્ડ સી બર્નસ્ટેઇન એન્ડ કંપનીએ એક અહેવાલમાં કરી છે.

મફત વોઈસ કોલ અને ડેટા સાથે બે વર્ષ પહેલા રિલાયન્સ જિયોની શરૂઆત થઇ હતી. આ પછી કંપનીએ આજીવન મફત વોઈસ કોલ અને ડેટા માટે નજીવી કિંમત વસુલવાનું શરુ કર્યું હતું અને અત્યારે ૨૨.૭ કરોડ ગ્રાહકો સાથે, વોડાફોન – આઈડિયા અને ભરતી એરટેલ પછી ભારતની ત્રીજા ક્રમની ટેલીકોમ કંપની બની છે.

બર્નસ્ટેઇન દ્વારા ભારતના ટેલીકોમ ક્ષેત્ર ઉપર સૌથી પહેલો રીપોર્ટ વર્ષ ૨૦૧૫માં બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલ સમયે જ બર્નસ્ટેઇનને ખ્યાલ હતો કે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિએ શરુ કરેલી, રાષ્ટ્રવ્યાપી સ્પેક્ટ્રમ અને ફાઈબર નેટવર્કનું માળખું ઉભું ક્રરી રહેલી રિલાયન્સ જિયો ભારતીય ટેલીકોમ ઉદ્યોગનું ચિત્ર પલટી નાખશે.

“અમને આશા હતી જ કે અસીમિત મફત વોઈસ અને મોટા ડેટા પેકેટ થકી બજાર ઉપર દબાણ વધશે જેનાથી નાનની કંપનીઓ એક થઇ જશે. અમને એવી આશા પણ હતી કે જિયો આઈડિયાને પાછળ રાખી દેશની ત્રીજા ક્રમની કંપની બનશે પણ અમને એવો ખ્યાલ નહોતો કે જિયો દેશની સૌથી મોટી કંપની બનશે,” એમ રીપોર્ટમાં જણાવ્યું છે.

કોઈ સ્ટાર્ટઅપે, ક્યાંયપણ આટલી મોટી સફળતા મેળવી નથી એમાં પણ જયારે મધ્યમ વર્ગમાં ટેલીકોમનો વ્યાપ આટલો ઉંચો હોય. ભારતની તીવ્ર સ્પર્ધાવળી બજારમાં ભારતી એરટેલ વર્ષ ૨૦૧૫માં પ્રથમ ક્રમે આવી હતી અને વૈશ્વિક ટેકો હોવા છતાં વોડાફોન બીજા ક્રમે અને આઈડિયા ત્રીજા ક્રમે હતી. આ પછી વોડાફોન અને આઈડિયા મર્જ થયા છે અને અત્યારે દેશના સૌથી મોટા ટેલીકોમ ઓપેરેટર છે.

“બે દાયકાથી ટેલીકોમ ક્ષેત્રનો અભ્યાસ કર્યા પછી અમે માનતા હતા કે પ્રથમ ક્રમ મેળવવો લગભગ અશક્ય છે. અમારા લાંબાગાળાના તારણો પણ એમ જ સૂચિત કરી રહ્યા હતા,” એમ બર્નસ્ટેઇનના એનાલીસ્ટ ક્રીસ લેન અને સેમ્યુઅલ ચેન પોતાના રીપોર્ટમાં લખે છે.

આ લાંબાગાળાના તારણો હવે અપડેટ કરવામાં આવ્યા છે અને તેના અનુસાર જિયો ભારતની પ્રથમ ક્રમની કંપની બનશે એવી આગાહી કરવામાં આવી છે. “જે રીતે નવા ગ્રાહકો કંપની મેળવી રહી છે એ મુજબ વર્ષ ૨૦૨૧ સુધીમાં કુલ કમાણીની દ્રષ્ટિએ અને વર્ષ ૨૦૨૨માં કુલ ગ્રાહકોની દ્રષ્ટિએ જિયો ભારતની પ્રથમ ક્રમની ટેલીકોમ કંપની બનશે. અમને એવો પણ વિશ્વાસ છે કે આ પ્રથમ ક્રમ મળ્યા સુધી જિયોફોન ઉપર આપવામાં આવતી છૂટ પણ ચાલુ રહેશે,” એમ બર્નસ્ટેઇનનો અહેવાલ જણાવે છે.

ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પાસે જિયોના મફત કોલ્સ અને સસ્તા જિયોફોન સામે સ્પર્ધામાં ટકી રહેવા માટે કોઈ શસ્ત્ર નથી. “અમને એવું લાગે છે કે આ બન્ને કંપનીએ પોતાનું ભવિષ્ય ભાખી લીધું છે જયારે જિયો અગ્રીમ હરોળમાં આવ્યા પછી પોતાની સ્ટ્રેટેજી બદલી કિમતો વધારશે,” એમ અહેવાલ જણાવે છે.

સસ્તા ફોન થકી જિયો મહીને ૬૦ લાખથી ૧ કરોડ નવા ગ્રાહકો ઉમેરી રહી છે. ભલે જાહેર થયું નથી પણ અમારી દ્રષ્ટીએ આ વધારો સસ્તા જિયોફોન ખરીદી નવા ગ્રાહકો ઉમેરાઈ રહ્યા છે. જિયો રૂ.૧૫૦૦ની રીફંડેબલ ડીપોઝીટ સાથે 4G ફોન વેંચી રહી છે જયારે ભરતી અને વોડાફોનના મેનેજમેન્ટ પ્રિપેડ ગ્રાહકોને સસ્તા ફોન આપવાની વિરુદ્ધ છે.

“જો કોઈ પડકાર આવે નહી તો વર્ષ ૨૦૨૧ સુધીમાં આવકની દ્રષ્ટિ અને ૨૦૨૨માં ગ્રાહકોની દ્રષ્ટિએ જિયો પ્રથમ ક્રમે હશે એવું અમારું તારણ છે. જિયો માર્ચ ૨૦૧૯ના અંતે ૨૮ ટકા બજાર હિસ્સો ધરવતી હશે,” એમ રીપોર્ટ જણાવે છે. જિયો પાસે અત્યારે આવક અને ગ્રાહકોમાં ૧૬ ટકા બજાર હિસ્સો છે. ભરતી એરટેલ પાસે ૩૧ ટકા આવક અને ૨૬ ટકા ગ્રાહકો છે જયારે વોડાફોન આઈડિયા પાસે ૪૨ ટકા કમાણી અને ૩૭ ટકા ગ્રાહકો છે.

વર્ષ ૨૦૨૦-૧૧માં જિયો પાસે કુલ બજારની ૩૪ ટકા કમાણી હશે જયારે વોડાફોન આઈડિયાની કમાણી ઘટી ૩૧ ટકા અને ભરતીની કમાણી પણ ઘટી ૩૦ ટકા રહેશે.  એવી જ રીતે વર્ષ ૨૦૨૧-૨૨માં જિયો પાસે કુલ બજારના ૩૨ ટકા ગ્રાહકો હશે જયારે વોડાફોન આઈડિયાના ગ્રાહકો ઘટી ૩૧ ટકા અને ભારતી એરટેલના ગ્રાહકો ઘટી ૩૭ ટકા થઇ જશે એવું બર્નસ્ટેઇનના રીપોર્ટનો અંદાજ છે.

error: Content is protected !!