જિયો 4જી ચાર્ટમાં ટોચ પર, ઓક્ટોબરમાં 22.3 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ

નવી દિલ્હી: જ્યારથી ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયો આવી આવે ત્યારથી ધમાલ મચેલી છે. સસ્તા કોલિંગની સાથે જિયો સૌથી આગળ છે તેમજ ઇન્ટરનેટની સ્પીડની બાબતમાં પણ જિયો દર મહિને બાજી મારી રહ્યું છે.

ટ્રાઈ (ટીઆરએઆઈ)ના જણાવ્યા મુજબ, ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં રિલાયન્સ જિયો સૌથી આગળ છે. ટ્રાઇ અનુસાર, ઑક્ટોબરમાં પણ ઇન્ટરનેટ સ્પીડના કિસ્સામાં, જિયો મોખરે છે. ઓક્ટોબરમાં જિયોની ડાઉનલોડ સ્પીડ 22.3 એમબીપીએસની રહી હતી જ્યારે એરટેલની ઇન્ટરનેટ સ્પીડ 9.5 એમબીએસપીની હતી. આઇડિયા અને વોડાફોનની તુલનામાં, જિયોની ડાઉનલોડ સ્પીડ ત્રણ ગણી વધારે છે.

error: Content is protected !!