જિયોએ ગ્લોબલ મોબાઇલ એવોર્ડ્સ 2018માં બેસ્ટ મોબાઇલ ઓપરેટર સર્વિસ ફોર કન્ઝ્યુમર એવોર્ડ જીત્યો

 સ્પેન: રિલાયન્સ જિયો ઇન્ફોકોમ અને તેના ટેકનોલોજી પાર્ટનર સિસ્કોએ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ મોબાઇલ એવોર્ડ્સ 2018માં બેસ્ટ મોબાઇલ ઓપરેટર સર્વિસ ફોર કન્ઝ્યુમર એવોર્ડ જીત્યો છે. વધુમાં, કંપનીની જિયો ટીવી એપને બેસ્ટ મોબાઇલ વિડિયો કન્ટેન્ટ એવોર્ડ પણ મળ્યો છે.ગ્લોબલ મોબાઇલ એવોર્ડ વૈશ્વિક સ્તરે મોબાઇલ વ્યવસાયના વિકાસ માટે આપવામાં આવેલા પ્રદાન બદલ એનાયત કરવામાં આવે છે.

મોબાઇલ વ્યવસાયના ઓસ્કાર તરીકે ઓળખાતા આ એવોર્ડમાં આરોગ્ય, શિક્ષણ અને પહેરી શકાય તેવી ટેકનોલોજી માટે ડિવાઇસ, ટેકનોલોજી અને એપ્લીકેશન્સ વગેરે શ્રેણીમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. 4જી નેટવર્ક, પોષણક્ષમ કિંમતે ડેટા અને ડિજીટલ સેવાઓ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કરેલા નવા સંશોધનો અને વ્યાવસાયિક અભિગમ દ્વારા ભારતના ડિજીટલ સશક્તિકરણ માટેના જિયોના પ્રયાસોને આ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ઓપરેટરોને યોગ્ય પ્લેટફોર્મ અને માળખું પૂરું પાડનારા ટેલિકમ્યુનિકેશન મંત્રાલય અને વિભાગની પ્રતિબધ્ધતા અને સક્રિય સહયોગ વિના આ શક્ય બની શક્યું ન હોત.

ભારતના કમ્યુનિકેશન મંત્રી મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય ગર્વની વાત છે કે ભારતની નાવિન્યપૂર્ણ નવી ટેલિકોમ સેવાને સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક પ્લેટફોર્મ પર સન્માનિત કરવામાં આવી છે. અમને સંતોષ છે કે ભારત આ સાથે વૈશ્વિક ડિજીટલ નેતૃત્વ માટે સક્ષમ બન્યું છે.” સિંહા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ભારતની નવી વૈશ્વિક ડિજીટલ લિડરશીપ પહેલનું પ્રતિનિધિત્વ અને પ્રસાર કરતા ભારતીય જૂથનું નેતૃત્વ કરે છે. મને આનંદ છે કે સમગ્ર ભારતમાં સમાવેશ અને પ્રગતિ લાવવા માટે ટેકનોલોજી અને ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાના પ્રયાસો હવે હકીકત બન્યા છે, મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ઉપસ્થિત ભારતના ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજને કહ્યું હતું, જે  હતા.અરુણા સુંદરરાજને ઉમેર્યું હતું કે, “અમને આનંદ છે કે વિશ્વએ ભારતની ટેકનોલોજી ક્ષેત્રે નેતૃત્વને સ્વીકાર્યું છે અને આશા છે કે આપણે 5જી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ ઘણી ટેક કંપનીઓ અને સંશોધકોને ડિજીટલ ઇન્ડિયા મિશન સાથે જોડાવા માટે પ્રેરણા આપશે.”  

જિયોને કારણે લાખો ભારતીયોએ પ્રથમ વખત ડિજીટલ લાઇફનો અનુભવ કર્યો છે. જિયોએ સેવા શરૂ કર્યાના માત્ર 16 જ મહિનામાં ડિસેમ્બર 2017 સુધીમાં 160 મિલિયન સબસ્ક્રાઇબર્સ મેળવ્યા છે. સિસ્કો બ્રોડબેન્ડમાં જિયોનું ભાગીદાર છે. જિયો મોબાઇલ બ્રોડબેન્ડ અને ડિજીટલ સર્વિસીસ માટે બેસ્ટ મોબાઇલ ઓપરેટર સર્વિસ ફોર કસ્ટમર્સ એવોર્ડ રિલાયન્સ જિયો સાથે મળીને જીતવા બદલ અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ, એમ ચક રોબિન્સ, ચેરમેન અને સી.ઇ.ઓ. સિસ્કો સિસ્ટમ્સ,એ જણાવ્યું હતું. જિયોના પ્રેસિડેન્ટ મેથ્યુ ઓમેને જણાવ્યું હતું કે સિસ્કો સાથેના સહિયારા પ્રાયાસોથી આ પ્રતિષ્ઠિત વૈશ્વિક એવોર્ડ જીતવાથી અમે ખૂબ ઉત્સાહિત છીએ, આ ખરેખર ભારતની જીત છે. અમે સતત નવાં સંશોધનો કરવા અને ભારતની ડિજીટલ ક્રાંતિનું નેતૃત્વ ચાલુ રાખવા પ્રતિબધ્ધ છીએ

error: Content is protected !!