રહેમરાહે નોકરી, બોનસ તેમજ મોંઘવારી ભથ્થા સહિતની નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુરુવારે પત્રકાર પરિષદ યોજી ચૂંટણીલક્ષી કેટલીક જાહેરાતો કરી છે.  સામી દિવાળીએ તેમજ આગામી ચૂંટણીને અનુસંધાને વર્ગ 4ના કર્મચારીઓને 3500 લેખે બોનસ, ઔડાના રિંગ રોડ પર ટેક્સમાં પેસેન્જરને મુક્તિ અને સફાઈ કર્મીઓને કાયમી કરવા માટેના નિયમ તેમજ રહેમરાહે ભરતી સહિતની વિવિધ જાહેરાત કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી વિવિધ જાહેરાતોમાં સફાઈ કામદારોને નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં મહેકમ 48 ટકા મર્યાદામાં કાયમી કરવા માટે સરકારની પરવાનગીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સાથે જ રોજગદારોને કાયમી કરવાની મંજૂરી અપાઈ છે. સફાઈ કર્મીઓને આકસ્મિક મોત થાય તો ઉચ્ચક રકમ નહીં પરંતુ રહેમરાહે નોકરી અપાશે, તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

રાજ્ય અને પંચાયતના કર્મીઓના 8 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોને 1 ટકાના મોંઘવારી ભથ્થાનો લાભ તેમજ મકાન ખરીદી પર બિલ્ડર અને ખરીદનારને લાભ મળે તે માટેની પ્રક્રિયા સરકારે પૂર્ણ કરી કોમન જીડીસીઆરનો અમલ કર્યો હોવાનું પણ નીતિન પટેલે કહ્યું હતું.

error: Content is protected !!