8 ડિસેમ્બરે રિલીઝ થશે ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’, ભારતના પરમાણુ પરીક્ષણ પર બોલ્યો જ્હોન અબ્રાહમ

જેસલમેર, દેશગુજરાત: બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમે કહ્યું કે પરમાણુ પરીક્ષણથી ભારતને વિશ્વ શક્તિ તરીકે ઓળખ મળી છે. જહોન પોતાની આગામી ફિલ્મ વિશે વાત કરી રહ્યા હતો જે ભારતે કરેલા પરમાણુ પરીક્ષણ વિશે છે.

મુંબઇઃજ્હોને કહ્યું કે, ભારતને વિશ્વ શક્તિના રૂપમાં ઓળખ અપાવવા માટે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા 11 અને 13 મે 1998માં પોખરણ ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં એક પછી એક 5 પરમાણ્વીય પરીક્ષણો કરવામાં આવ્યા હતા તેના દ્વારા ભારતની શક્તિની અનુભૂતિ સમગ્ર વિશ્વને થઇ હતી જે બાબતને લઈને આજે દરેક ભારતવાસીઓ ગર્વ કરે છે.

જ્હોને આજે કહ્યું કે, પરમાણુ પરીક્ષણ એક ખુશીની બાબત છેપરંતુ આજની યુવાપેઢીને આ અંગે જાણકારી નથી. પરમાણુ પરીક્ષણને લઈને વૈજ્ઞાનિકો અને સરકારને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ અંગેની જાણકારી આપતી ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’ ફિલ્મ અભિષેક શર્માના નિર્દેશનમાં બનાવવામાં આવી રહી છે. તેના દ્વારા યુવાઓને પરમાણુ પરીક્ષણની જાણકારી પ્રાપ્ત થશે.

ફિલ્મ વિષે જ્હોને જણાવ્યું હતું કે, આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને ફિલ્મ 8 ડિસેમ્બરે રીલીઝ થશે. આ સાથે જ જ્હોને જેસલમેર જિલ્લાના દિલખોલીને વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેને જેસલમેરમાં શૂટિંગ કરવામાં આનંદ મળ્યો હતો.પરમાણુ પરીક્ષણ માટે પોખરણની ધરતીની પસંદગી કરવામાં આવી હતી જે અહીંયાના લોકો માટે ખુશી અને ગર્વની વાત છે તેમ જહોને વધુમાં જણાવ્યું હતું.

error: Content is protected !!