ગુજરાત-ઇઝરાયેલ વચ્ચે કૃષિ-બાગાયત સહિતના ક્ષેત્રે જોઇન્ટ વર્કીંગ ગૃપની રચના કરાશે

ઇઝરાયેલ:  કૃષિ-બાગાયત સહિતના આનુષાંગિક ક્ષેત્રો માટે ગુજરાત અને ઇઝરાયેલ જોઇન્ટ વર્કીંગ ગૃપની રચના કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇઝરાયેલના કૃષિ-ગ્રામીણ વિકાસ મંત્રી યુત ઉરી અરિયલ સાથેની તેલ અવીવમાં યોજાયેલી મૂલાકાત દરમ્યાન આ જોઇન્ટ વર્કીંગ ગૃપની રચના અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.

ઇઝરાયેલના કૃષિમંત્રી ઉરી અરિયલે ઇઝરાયેલ-ગુજરાતના કૃષિ-બાગાયત સહિતના અન્ય ક્ષેત્રમાં પરસ્પર આદાન- પ્રદાન માટે આવું જોઇન્ટ વર્કીંગ ગૃપ રચવાની કરેલી દરખાસ્તનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપતાં આ જોઇન્ટ વર્કીંગ ગૃપ કાર્યરત કરવાની સ્વીકૃતિ આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ જોઇન્ટ વર્કીંગ ગૃપ રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્યસચિવ સંજય પ્રસાદના નેતૃત્વમાં ગર્વનમેન્ટ-ટુ-ગર્વનમેન્ટ G2G બેઝિઝ પર સાથે મળીને કાર્યરત થશે જોઇન્ટ વર્કીંગ ગૃપ ગુજરાત ઇઝરાયેલ વચ્ચે B2B બિઝનેસ ટુ બિઝનેસ સ્તરના કોલોબરેશન માટેની સંભાવનાઓ પણ ચકાસશે.

Image may contain: 3 people, people sitting and indoor

મુખ્યમંત્રીએ યુત ઉરી અરિયલ સાથે ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે કૃષિ બાગાયત ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને સંયોજનની વિવિધ તકો અંગેની વિશદ ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આ વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત સરકાર ખેતી અને ખેડૂતોની સમૃધ્ધિને સંપૂર્ણ અગ્રીમતા આપે છે. ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં પ્રધાનમંત્રીના સંકલ્પને સિધ્ધ કરવા માટે ગુજરાત પ્રતિબધ્ધ છે.

રૂપાણીએ ગુજરાત ડેલિગેશનની નેટાફિમ સહિત અન્ય એગ્રીફાર્મની મૂલાકાતના સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતમાં કૃષિ-બાગાયત ક્ષેત્રમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના પ્રયોગો સહિત ડિઝીટલ ફાર્મિંગ, પાણી, ખાતર અને એગ્રી ઇનપૂટના ઇષ્ટતમ ઉપયોગમાં ઇઝરાયેલ પ્રો-એકટીવ ભૂમિકા નિભાવી શકે તેમ છે. ઇઝરાયેલ કૃષિ-ગ્રામ વિકાસમંત્રી યુત ઉરી અરિયલે આ મૂલાકાત દરમ્યાન તેઓ ર૦૧૭ની વાયબ્રન્ટ સમિટમાં ઇઝરાયેલ ડેલિગેશન સાથે ગુજરાત સહભાગી થવા આવેલા તેના સંસ્મરણો તાજા કર્યા હતા.

Image may contain: 1 person, sitting, standing, table and indoor

ગુજરાતની આ વાયબ્રન્ટ સમિટની વ્યાપકતા અને સફળતાથી તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી પણ તેમણે વ્યકત કરી હતી. ઇઝરાયેલના કૃષિ મંત્રીએ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળથી જ ગુજરાતે કૃષિ વિકાસની નવી તરાહ અપનાવી છે તેની પ્રસંશા કરી હતી. ગુજરાતનું કૃષિ ક્ષેત્ર નવિનત્તમ સંશોધનો અને ઇનોવેટીવ પગલાંઓથી હંમેશા દેશમાં કૃષિક્રાંતિમાં અગ્રેસર રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
યુત ઉરીએ એવો વિશ્વાસ દર્શાવ્યો કે કૃષિ અને બાગાયત ક્ષેત્રની ગુજરાતની આવી નવિનત્તમ પહેલ અને સિધ્ધિઓ ભારતના અન્ય રાજ્યો માટે પણ કૃષિવિકાસનું આગવું મોડેલ બની રહેશે. આ મૂલાકાત વેળાએ કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર અને ગુજરાત ડેલિગેશનના સભ્યો પણ જોડાયા હતા.

Image may contain: 13 people, people smiling, people standing and suit

Related Stories

error: Content is protected !!