જૂનાગઢમાં વિનામૂલ્યે પર્વતારોહણની તાલીમ મેળવી શકાશે

ગાંધીનગર: કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ’ ખાતે આગામી ઓકટોબર-૨૦૧૭ થી જાન્યુઆરી- ૨૦૧૮ દરમિયાન આઠ વર્ષથી ઉપરના અને ૧૩ વર્ષ સુધીના બાળકો માટેના સાત દિવસના સમયગાળાના ‘એડવેન્ચર કોર્ષ’ નું તેમજ ૧૫ વર્ષથી ૪૫ વર્ષના યુવક-યુવતીઓ માટે વિનામૂલ્યે ૧૦ દિવસના સમયગાળાના ‘બેઝિક કોર્ષ’’નું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ શિબિરોમાં તાલીમ તથા નિવાસની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. જ્યારે ભોજનખર્ચ શિબિરાર્થીએ ચૂકવવાનો રહેશે. બાળકો અને યુવાનો માટેની શિબિરો આ સમયગાળા મુજબ યોજાશે છે.

ક્રમ       નાના બાળકો માટેના એડવેન્ચર કોર્ષ                                       ક્રમ      યુવક-યુવતીઓ માટેના બેઝિક કોર્ષ
૧          ૦૨/૧૦/૨૦૧૭ થી ૦૮/૧૦/૨૦૧૭                                         ૧          ૦૪/૧૦/૨૦૧૭ થી ૧૩/૧૦/૨૦૧૭
૨         ૧૦/૧૦/૨૦૧૭ થી ૧૬/૧૦/૨૦૧૭                                         ૨         ૨૩/૧૦/૨૦૧૭ થી ૦૧/૧૧/૨૦૧૭
૩         ૨૩/૧૦/૨૦૧૭ થી ૨૯/૧૦/૨૦૧૭                                         ૩        ૦૩/૧૧/૨૦૧૭ થી ૧૨/૧૧/૨૦૧૭
૪         ૦૧/૧૧/૨૦૧૭ થી ૦૭/૧૧/૨૦૧૭                                         ૪         ૧૫/૧૧/૨૦૧૭ થી ૨૪/૧૧/૨૦૧૭
૫        ૧૦/૧૧/૨૦૧૭ થી ૧૬/૧૧/૨૦૧૭                                         ૫        ૨૭/૧૧/૨૦૧૭ થી ૦૬/૧૨/૨૦૧૭
૬        ૧૯/૧૧/૨૦૧૭ થી ૨૫/૧૧/૨૦૧૭                                         ૬        ૦૯/૧૨/૨૦૧૭ થી ૧૮/૧૨/૨૦૧૭
૭        ૨૮/૧૧/૨૦૧૭ થી ૦૪/૧૨/૨૦૧૭                                         ૭         ૨૧/૧૨/૨૦૧૭ થી ૩૦/૧૨/૨૦૧૭
૮        ૦૭/૧૨/૨૦૧૭ થી ૧૩/૧૨/૨૦૧૭                                         ૮         ૦૩/૦૧/૨૦૧૮ થી ૧૨/૦૧/૨૦૧૮
૯        ૧૬/૧૨/૨૦૧૭ થી ૨૨/૧૨/૨૦૧૭                                         ૯         ૧૭/૦૧/૨૦૧૮ થી ૨૨/૦૧/૨૦૧૮
૧૦     ૨૪/૧૨/૨૦૧૭ થી ૩૦/૧૨/૨૦૧૭                                       ૧૦        ૨૯/૦૧/૨૦૧૮ થી ૦૭/૦૨/૨૦૧૮
૧૧     ૦૩/૦૧/૨૦૧૮ થી ૦૯/૦૧/૨૦૧૮
૧૨    ૧૭/૦૧/૨૦૧૮ થી ૨૩/૦૧/૨૦૧૮

આ અંગે વધુ માહિતી માટે ઇન્સ્ટ્રકચર ઇનચાર્જ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્ર, રાધાનગર સોસાયટી, ગીરનાર દરવાજા, જૂનાગઢ (૯૭૩૭૧૬૮૮૩૩)નો સંપર્ક કરી નિયત ફોર્મ ભરી વિગતો મોકલી આપવાની રહેશે. વધુ વિગતો www.gujmount.com ની વેબસાઇટમાંથી મેળવી શકાશે, તેમ પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીક કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!