જસ્ટિસ રંજન ગોગોઈએ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા

નવી દિલ્હી: જસ્ટિસ રંજન ગોગોઈએ આજે (બુધવારે) દેશના નવા મુખ્ય ન્યાયાધિશ તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 11:00 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતાં. ગોગોઈ નિવૃત્ત પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનું સ્થાન લેશે. રંજન ગોગોઈ પૂર્વોત્તર ભારતના પહેલા જજ છે કે જે દેશના મુખ્ય જજ બન્યા છે.

જસ્ટિસ ગોગોઈ 28 ફેબ્રુઆરી 2001ના રોજ ગુવાહાટી હાઈકોર્ટના જજ બન્યા હતાં. ત્યાર બાદ તેમણે 23 એપ્રિલ 2012ના રોજ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં અને આજે જસ્ટિસ ગોગોઈએ દેશના 46માં મુખ્ય જજ તરીકેના શપથ ગ્રહણ કર્યાં છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ગોગોઈનો કાર્યકાળ 1 વર્ષ, 1 મહિનો અને 14 દિવસનો રહેશે. તેઓ 17 નવેમ્બર 2019માં સેવાનિવૃત્ત થશે.

ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે લાંબો કાર્યકાળ રહ્યાં છતાં પણ જસ્ટિસ ગોગોઈની સંપત્તિ એકદમ નહિવત છે. સફળ વકિલોની સરખામણીએ તેમની સંપત્તિ ના બરાબર જ છે. જો તેમના બેંક બેલેંસમાં જીવનભરની બચત અને અન્ય સંપત્તિઓને એકસાથે ભેળવી દેવામાં આવે તો તે તમામ વરિષ્ઠ વકીલોને એક દિવસની કમાણી કરતા પણ ઓછી છે. જસ્ટિસ ગોગોઈ પાસે સેનાનું એક પણ ઘરેણું નથી, તેવી જ રીતે તેમની પત્ની પાસે જે કોઈ પણ ઘરેણા છે, તે લગ્ન વખતે તેમના માતા-પિતા, સંબંધીઓ અને મિત્રો તરફથી ભેટમાં મળેલા છે. તેમના પિતા આસામમાં મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. જોકે, કંઈક આવી જ સેવા નિવૃત્ત ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની પણ હતી. તેમની પાસે સોનાની બે વિંટીઓ હતી. આ ઉપરાંત એક સોનાની ચેઈન હતી.

error: Content is protected !!