કૈલાસ માનસરોવર યાત્રા થઇ શકશે 10 દિવસમાં, જોરશોરમાં ચાલી રહ્યું છે પીથોરાગઢ-ધારચુલાથી લીપુલેખ બોર્ડર સુધીના રોડનું કામ

નવી દિલ્હી : કૈલાસ માનસરોવરની યાત્રા વધારેમાં વધારે લોકો સુગમતાથી કરી શકે તે માટે 2 વર્ષ પહેલાં કેન્દ્ર સરકારના પ્રયાસોથી નાથુલા રૂટ ખોલ્યો હતો.પરંતુ પરંપરાગત રીતે ઉત્તરાખંડનાં માર્ગે લીપુલેખ પાસ થઈને યાત્રા થાય છે. આ માર્ગ વાહન વ્યવહાર ન થઈ શકે તેવો હોવાથી 100 કિ.મી. યાત્રા ચાલતાં કરવી પડે છે આથી તેમા 25 દિવસ જેટલો સમય લાગી જાય છે.

આ યાત્રાને સરળ બનાવવાનાં ઉદ્દેશથી ઉત્તરાખંડમાં આવેલા પીથોરાગઢ-ધારચુલા થી લીપુલેખ બોર્ડર સુધીના 200 કિ.મી.નાં રોડનું નિર્માણ રૂ. 1600 કરોડનાં ખર્ચે ખૂબ જ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આ કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ સમીક્ષા બેઠક યોજી હતી, આગામી 2020 સુધીમાં આ રોડનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ રોડનું નિર્માણકાર્ય પૂર્ણ થવાથી ઉત્તરાખંડથી મોટરમાર્ગે લીપુલેખ પાસ થઈને માત્ર 10 દિવસમાં કૈલાસ માનસરોવર યાત્રા થઈ શકશે.

 

error: Content is protected !!