વિરોધનો નવો તરીકો, કપિલ મિશ્રા ગાયક બન્યા, વિડિયો કર્યો વાયરલ, શબ્દોઃ ‘એકે… તુજે ખુદ પે ભરોસા નહીં ક્યાં?’

નવી દિલ્હી, દેશગુજરાત: આમ આદમી પાર્ટી (આપ)ના બળવાખોર નેતા કપિલ મિશ્રા દ્વારા અરવિંદ કેજરીવાલ અને તેની સરકાર પર વારંવાર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ વખતે કેજરીવાલ અને આપણા ભ્રષ્ટાચારી નેતા માટે કપિલ મિશ્રાએ એક વિડીયો ગીત રજુ કર્યું છે. સમગ્ર દેશમાં મશહૂર થયેલું ગીત ‘સોનું….. તુજે હમ પે  ભરોસા નહીં ક્યાં?’ આ ગીતને લઈને કપિલ મિશ્રાએ તેનું અરવિંદ કેજરીવાલ પર નિશાનો સાધતા વિડીયો ગીત બનાવ્યું છે, આ ગીત કપિલે ગાયું છે અને અભિનય પણ કર્યો છે. 2 મિનીટ 35 સેકેંડના ગીતમાં કપિલ કેજરીવાલને પૂછી રહ્યો છે કે, ‘એકે તુજે ખુદ પે ભરોસા નહીં ક્યાં?’

કપિલ મિશ્રાએ બુધવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર ‘એકે તેરી કુર્સી ગોલ’નું હેશ ટેગ આપી ગીત શેર કર્યું છે. આ સાથે જ કપિલે લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલ માટે જન્મદિવસની ભેટ, ટૂંક સમયમાં જ સમગ્ર દિલ્હી આ ગીત ગાશે. ઉલ્લેખનીય છે કે, 16 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ હતો.

નોંધનીય છે કે, કપિલ મિશ્રાએ થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. કપિલે આરોપ લગાવ્યા પછી સત્યેંદ્રને તેના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!