દહેજ માં કારબન બ્લેક ઇલેકટ્રીક એન્ડ સ્ટીમ માટેના એમ ઓ યુ સંપન્ન

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ વાયબ્રન્ટ ગુજરાત સમીટ 2019 ના બીજા દિવસે વન ટુ વન બેઠક ના દૌરમાં તાઈવેન ની પ્રતિષ્ઠિત કંપની સી એસ આર સી ના ચેરમેન જાસુન કુઉ એ પ્રતિનિધિ મન્ડળ સાથે યોજેલી બેઠક માં ગુજરાત ના દહેજ માં કારબન બ્લેક ઇલેકટ્રીક એન્ડ સ્ટીમ માટેના એમ ઓ યુ સંપન્ન થયા હતા.
680 કરોડ ના ખર્ચે આ પ્લાન્ટ 2020 સુધીમાં પૂર્ણ થશે અને અંદાજે 400 લોકોને સ્થાનિક સ્તરે રોજગારી પુરી પાડશે.
મુખ્યમંત્રી એ તાઇવાન પણ ગુજરાત જેમ જ ફાસ્ટેસ્ટ ઇકોનોમી ગ્રોથ ધરાવે છે ત્યારે તાઈવેન ના ઉદ્યોગો ગુજરાત ના વિકાસ ને નવું બળ આપશે તેમ જણાવતા ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે વિશ્વ ના ઉદ્યોગકારો રોકાણકારો માટે આકર્ષણ બન્યું છે તેની ભૂમિકા આપી હતી.
તાઇવાન ના પ્રતિનિધિ મંડળે પણ ગુજરાત ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી નું હબ બન્યું છે અને સરકાર ના પ્રોત્સાહક અભિગમ ને કારણે તાઈ વેન ના જે ઉદ્યોગકારો ગુજરાત માં છે તેને કોઇ સમસ્યા નથી તેવો સંતોષ વ્યકત કર્યો હતો.
તેમણે ગુજરાતમાં ઓટોમોબાઇલ અને અન્ય આનુષંગિક ઉદ્યોગો માં તાઈવેન ના વધુ રોકાણો ને આ પ્રતિનિધિ મન્ડળ પ્રેરિત કરશે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી એ વાયબ્રન્ટ સમીટ ની આ કડી ગુજરાત અને તાઈવેન બેય માટે વિન વિન સિચ્યુએશન ઉભી કરશે તેમ પણ કહ્યું હતું.
મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને અગ્ર સચિવ એમ કે દાસ સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

error: Content is protected !!