કર્ણાટક વિધાનસભા ચૂંટણી: 3 વાગ્યા સુધીમાં નોંધાયું 56 ટકા મતદાન

બેંગ્લુરુ:  કર્ણાટક વિધાનસભાની 224માંથી 222 બેઠકો માટે  આજે (શનિવારે) મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  સવાર 7 વાગ્યાથી જ મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન કેન્દ્રો બહાર સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. સ

શિકારપુરના શિમોગામાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ પણ સવારે જ મતદાન કર્યું હતું.

રાજ્યમાં 4.98 કરોડથી વધુ મતદાતાઓ છે. આ મતદાતાઓમાં 2.52 કરોડથી વધુ પુરુષો, લગભગ 2.44 કરોડ મહિલાઓ અને 4552 ટ્રાન્સજેન્ડર્સ છે. જેઓ ચૂંટણીના મેદાનમાં ઉતરેલા 2600થી વધુ ઉમેદવારો માટે પોતાનો મત આપી પસંદગીના પ્રતિનિધિઓ ચૂંટશે.

ઉલ્લેખનીય છે કે, આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે અનેક જગ્યાઓ પર ઈવીએમ મશીન ખોટકાયા હોવાનું સામે આવ્યું હતું. રાજાજીનગરના એક વિસ્તારમાં પોલિંગ બૂથ પર શરૂઆતના કલાકોમાં વીજળી ગુલ રહેતા મતદાન પ્રક્રિયા પર અસર વર્તાઈ હતી. આ સાથે જ કેટલાક મતદાન કેન્દ્રો પર મતદાતાઓના નામ ગાયબ હોવાનું બહાર આવતા લોકોએ હોબાળો માચાવ્યો હતો.  બેલાગવી મતદાન કેન્દ્ર પર બુરખો પહેરીને આવેલી મહિલાઓને તેમનો  ચહેરો બતાવવાની ફરજ પડતા થોડીવાર માએ રકઝક થઇ હતી બાદમાં શાંતિ પૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું.

સાંજે 3 વાગ્યા સુધીમાં 56 ટકા મતદાન નોંધાયું હતું.

કનકપુરામાં આર્ટ ઓફ લિવિંગના પ્રમુખ  શ્રી શ્રી રવિશંકરે મત આપી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ બેંગ્લુરુમાં મતદાન કરી લોકોને મતદાન માટે અપીલ કરી હતી.

પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ પરિવાર સાથે હાસન જિલ્લાના હોલેનેરાસિપુરા શહેરમાં મતદાન કર્યું હતું.

error: Content is protected !!