ગાંધીનગરમાં કઝાકસ્તાનની ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો પ્રારંભ

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણતાંત્રિક રાષ્ટ્ર કઝાકસ્તાનની ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતાં ગુજરાત જેવા લીડર સ્ટેટમાં આ કચેરી ભારત કઝાકસ્તાનના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇ આપશે તેવો મત વ્યકત કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારત-કઝાકસ્તાન વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક, વાણિજ્યીક અને સ્ટ્રેટેજિક તેમજ શૈક્ષણિક જેવા અનેક ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને સમન્વય વધુ પ્રબળ બનશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સેકટર-૮માં આ ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો પ્રારંભ કઝાકસ્તાનના રાજદૂત યુત બૂલાત સરસેનબાયેવ અને નવનિયુકત ઓનરરી કાઉન્સેલ દિલીપ ચંદન તેમજ આમંત્રિતોની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ ગૌરવ સાથે કહ્યું કે, ભારત અને કઝાકસ્તાન બેય દેશોએ યુરેનિયમ જેવા અતિ સંવેદનશીલ અને સ્ટ્રેટેજિક મિનરલની ઉપલબ્ધિ માટે જે એમ.ઓ.યુ. કર્યા છે તેનાથી વિશ્વાસ અને પ્રતિબધ્ધતાના નવા કિર્તિમાન સ્થાપિત થયા છે. તેમણે ભારત-કઝાકસ્તાન વચ્ચે ર૦૧૬ સુધીમાં ૪પ જેટલા બાય લેટરલ કોલોબરેશન MoU થયા છે તેને પણ એક સિધ્ધી રૂપ ગણાવ્યા હતા.
વિજય રૂપાણીએ આગામી વાયબ્રન્ટની નવમી શૃંખલા ર૦૧૯ના જાન્યુઆરીમાં યોજાય તે વેળાએ કઝાકસ્તાનને તેમાં ભાગ લેવા અને ઉચ્ચસ્તરીય ડેલિગેશન મોકલવા આમંત્રણ પાઠવ્યું હતું.

Image may contain: 9 people, people smiling

તેમણે ઉમેર્યુ કે, કઝાકસ્તાન ભારતના પશ્ચિમી સમૂદ્રતટ ઉપર જેટી નિર્માણ કરવા ઇચ્છુક છે. આ જેટી કઝાકસ્તાનના અર્થતંત્રને વેગ આપશે. મુખ્યમંત્રીએ ગુજરાતના ૪૦ જેટલા નાના-મોટા બંદરનો વ્યાપક લાભ લેવા પણ કઝાકસ્તાનને અનુરોધ કર્યો હતો. રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા- માર્ગદર્શનથી સપ્ટેમ્બર-ર૦૧૮માં ભારત-કઝાકસ્તાનની સેનાની સંયુકત મિલીટરી
એકસરસાઇઝથી સુરક્ષા ક્ષેત્રે પણ મિત્રતાનો નાતો દ્રઢ થયો છે એમ ઉમેર્યુ હતું.

કઝાકસ્તાનના રાજદૂત યુત બૂલાતે આ ઓનરરી કોન્સ્યુલ કચેરી ગુજરાતમાં શરૂ થવાથી કઝાકસ્તાનના હોલીસ્ટીક ગ્રોથમાં નવું પરિમાણ ઉમેરાશે તેમ કહ્યું હતું. તેમણે કઝાકસ્તાનમાં યૂરેનિયમ ક્ષેત્રની જે વિપૂલ સંભાવનાઓ છે તેમાં ભારત સાથે સંબંધો વિકસાવીને બેય દેશો માટે વિન-વિન સિચ્યુએશન નિર્માણ કરવાની દિશામાં આગળ વધવાની પણ નેમ દર્શાવી હતી.

વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં કઝાકસ્તાનના ઊદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ સાથેનું ડેલિગેશન ભાગ લેશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
નવનિયુકત ઓનરરી કોન્સ્યુલ દિલીપ ચંદને સૌનો આભાર વ્યકત કર્યો હતો.

error: Content is protected !!