જાપાનના વડાપ્રધાન આબેની પત્નીના ગુજરાતમાં સ્વાગત માટે ગવાશે ‘કેમ છે’ ‘કોનિચિવા’ ગીત

અમદાવાદ, દેશગુજરાત: જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેના પત્ની એટલેકે જાપાનના ફર્સ્ટ લેડી, જે આ સપ્તાહે અમદાવાદ આવી રહ્યા છે, તેઓનું ગુજરાતી-જાપાનીઝ ટચ સાથે ખાસ સ્વાગત થાય તેવું આયોજન કરાયું છે.

ગુરુવારે ભારત-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશન (આઈજેએફએ)ના કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહેલા એકી આબે માટે ગુજરાતી અને જાપાનીઝમાં ‘કેમ છો, કોનિચિવા’ લખવામાં આવ્યું છે.

‘કેમ છો’ એ ગુજરાતી શબ્દ છે જ્યારે ‘કોનિચિવા’ એ જાપાનીઝ ભાષામાં સ્વાગત માટેની શુભેચ્છા પાઠવતો શબ્દ છે.

આબેના સ્વાગત માટે આ બંને શબ્દોને વણી લઈને ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સના 18 વિદ્યાર્થીઓના જૂથ દ્વારા ગીતનું ગાયન કરવામાં આવશે. ગુજરાત આઈજેએફએના આઈટી સલાહકાર અને પ્રમુખ મુકેશ પટેલ દ્વારા આ ગીત લખવામાં આવ્યું છે.

શાળાના વિદ્યાર્થીઓના આ પ્રદર્શન અંગે વધુ માહિતી આપતા શિક્ષિકા સુસ્મિતા મંડલે કહ્યું કે, ધોરણ 3,4 અને 5ના વિદ્યાર્થીઓ દ્વારા આ ગીત ગાવામાં આવશે. “આ ત્રણ વર્ગોના વિદ્યાર્થીઓને અમારી સ્કૂલમાં છેલ્લા પાંચ વર્ષથી જાપાનીઝ ભાષા શીખવવામાં આવે છે.

તૈયાર કરાયેલું ગીત 6 થી 8 લીટીનું ટૂંકું ગીત છે. પરંતુ તે જાપાનની પ્રથમ મહિલાના સ્વાગત માટે ઉપયુક્ત છે.

મુકેશ પટેલે કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં પ્રતિનિધિમંડળના ભાગરૂપે જાપાનની મુલાકાત દરમિયાન મે આ ગીત લખ્યું હતું. તેને શહેરના સંગીતકાર ખાંડેકરે કમ્પોઝ કર્યું છે.

error: Content is protected !!