સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના સી.સી. રોડ, માઇનોર બ્રિજ માટે રૂ.35 લાખ મંજૂર

ગાંધીનગર, દેશગુજરાત: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે બસ સ્ટેશનથી લોકશાળા સુધી ૦.૨૫૦ કિ.મી.નો સી.સી.રોડ તથા માઇનોર બ્રિજ બાંધવાની મંજૂરી બદલ રાજ્ય કક્ષાના કૃષિમંત્રીશ્રી વલ્લભભાઇ વઘાસિયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. આ સી.સી. રોડ અને માઇનોર બ્રિજ માટે રાજ્ય સરકારે રૂા.૩૫ લાખ મંજૂર કર્યા છે તેમ પણ રાજ્યનાકૃષિમંત્રીની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!