કુલભૂષણ જાધવની માતા અને પત્ની સાથે મુલાકાત, વાતચીતનું કરાયું વીડિયો રેકોર્ડિંગ

ઇસ્લામાબાદ (પાકિસ્તાન):  ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ છે, જેને મળવા માટે તેમની પસ્તની અને માતા સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ  ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. કમર્શિયલ ફ્લાઇટ દ્વારા મુલાકાત માટે પહોંચ્યા બાદ ઇસ્લામાબાદમાં આવેલા પાકિસ્તનના વિદેશ મંત્રાલયમાં તેમની જાધવ સાથે મુલાકાત થઈ હતી. તેમની સાથે પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર જે.પી.સિંહ પણ હાજર રહ્યા હતા.

કુલભૂષણ જાધવની તેમના પરિવાર સાથે મુલાકાત થવાની હોય તે સ્થળે પાકિસ્તાન રેન્જર્સ, એન્ટી ટેરરિઝમ સ્કવોડ, શાર્પશૂટરનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કુલભૂષણની પત્ની અને માતા જ્યારે એરપોર્ટથી વિદેશ મંત્રાલય પહોંચ્યા તે દરમિયાન રસ્તા પર તમામ ટ્રાફિકને પણ થોભાવી દેવામાં આવ્યો હતો.જોકે, મીડિયા અને સિક્યુરિટી જવાનોને માટે રસ્તો ખુલ્લો રખાયો હતો.

કુલભૂષણની તેની માતા અને પત્ની સાથેની મુલાકાતનું કવરેજ કરવા માટે  પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની બહાર મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ ઓબી વેન સાથે ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે મુલાકાત વિદેશ મંત્રાલયમાં થસે અને તેનું વીડિયો રેકોર્ડિંગ પણ થશે. તેમને એમ પણ કહ્યું હતું કે,  જાધવને તાત્કાલિક ફાંસી આપવામાં આવે તેવી કોઈ જ વાત નથી. અમે માણસાઈના આધારે કમાન્ડર જાધવની પત્ની અને માતાને મુલાકાતની મંજૂરી આપી છે.  જાધવની દયા અરજી પેન્ડિંગ છે.

error: Content is protected !!