યુનેસ્કોએ ભારતના સાંસ્કૃતિક હેરિટેજમાં કુંભમેળાને આપ્યો દરજ્જો

નવી દિલ્હી: ભારતમાં ચોક્કસ સમયાંતરે ભરાતા કુંભમેળાને ગુરુવારે ઇન્ટરનેશનલ સંસ્થા યુનેસ્કો દ્વારા સંસ્કૃતિક હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશન્સની ઇન્ટર-ગવર્નમેન્ટલ કમિટીની સાઉથ કોરિયાના જેજુમાં મળેલા બારમી બેઠકમાં આ નિર્ણય  લેવાયો હતો. કુંભમેળાને વિશ્વનો સૌથી વિશાળ ધાર્મિક મેળાવડો ગણવામાં આવે છે. ભારતમાં અલાહાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પવિત્ર નદીઓના કિનારે ચોકકસ સમયાંતરે આ મેળો ભરાય છે.

error: Content is protected !!