નોટબંધી પોતાના હેતુમાં સફળ, કાળુંનાણું-આતંકી ભંડોળ પર કસાયો ગાળ્યો: અરુણ જેટલી

નવી દિલ્હી, દેશગુજરાત: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા નોટબંધીના આંકડા જાહેર કરાયા બાદ નાણામંત્રી અરુણ જેટલીએ વિપક્ષીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, જે નોટબંધીને સમજતા નથી તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. નોટબંધી પછી તપાસ થઇ રહી છે. જેઓએ કાળાનાણા વિરુદ્ધ લડત ચલાવી નથી તેઓ નોટબંધીને લઈને ભ્રમ ઉભો કરી રહ્યા છે.નોટબંધીની અસર સંપૂર્ણપણે હકારાત્મક રહી છે.

જેટલીએ વધુમાં કહ્યું કે, કોઈના નાણા જપ્ત કરવાનો ઉદ્દેશ્ય નહોતો. એમ તો નોટબંધીના ચાર મોટા ઉદ્દેશ્ય હતા. જેમાં કાળાનાણા પર અંકુશનો નોટબંધીનો મોટો ઉદ્દેશ્ય હતો. તેઓએ કહ્યું કે, કાળાનાણાની પરખ, નકલી નોટોના ચલણ પર લગામ, ડીજીટાઇજેશનનો વિસ્તાર, ડાઈરેક્ટ ટેક્સમાં વૃદ્ધિ અને અર્થવ્યવસ્થાને લેસ-કેશ અર્થવ્યવસ્થા બનાવવાનો નોટબંધીનો ઉદ્દેશ્ય હતો. નોટબંધી તેના હેતુમાં સંપૂર્ણપણે સફળ થઈ છે. નોટબંધીને કારણે 17 ટકા લેણદેણ થઇ છે. નોટબંધી ને કારણે આતંકી ભંડોળ પર પણ ગાળ્યો કસાયો છે.

error: Content is protected !!