Live: અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન, બોની કપૂરે આપી મુખાગ્નિ

મુંબઈ:આખરે મંગળવારે રાત્રે શ્રીદેવીના પાર્થિવ દેહ મુંબઈ પહોંચ્યો હતો. આજે (બુધવારે) બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના અંતિમ દર્શન સેલિબ્રેશન ક્લબમાં સવારે 9:30 કલાકથી 12:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યા હતા. બપોર બાદ 2:00 વાગ્યે તેની અંતિમ યાત્રા નીકળી હતી. વિલે પાર્લે વેસ્ટમાં સ્થિત પાર્લે સેવા સમાજ સ્મશાન ભૂમિમાં તેમના પતિ બોની કપૂરે શ્રીદેવીને મુખાગ્નિ આપી હતી. આ સાથે જ સ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું છે. તેમના અંતિમ સંસ્કારમાં જાવેદ અખ્તર, શબાના આઝમી, શાહરૂખ ખાન, પ્રસૂન જોશી, અનુપમ ખેર, ગુજરાલ, મહેશ ભૂપતિ, લારા દત્તા, રણવીર અને રાજીવ કપૂર સહિત ઘણા સિતારાઓ સ્મશાન ઘાટ પર હાજર રહ્યા હતા.

મુંબઈ LIVE: શ્રીદેવીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન, પતિ બોની કપૂરે આપી મુખાગ્નિ

મંગળવાર રાત્રે શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઇ લાવવામાં આવ્યો ત્યારે મુંબઇ એરપોર્ટથી લઇ શ્રીદેવીના લોખંડવાલા સ્થિત ઘર સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  જેને લઇ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કાલ રાતથી જ શ્રીદેવીના ઘરે 4 પંડિત હાજર હતા.

બુધવારે વહેલી સવારથી જ શ્રીદેવીને શ્રદ્ધાજલિ આપવા માટે સુસ્મિતા સેન, ઐશ્વર્યા રાય, જયા બચ્ચન, કાજોલ, અજય દેવગણ, સંજય કપૂર, અક્ષય ખન્ના, હેમામાલિની, એશા દેઓલ,અનિલ કપૂર પુત્ર હર્ષવર્ધન સાથે પહોંચ્યો,ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની પોતાના પરિવાર સાથે, તબ્બૂ, નિર્દેશક સુભાષ ઘાઈ, ફરાહ ખાન, સોનમ કપૂર, અનુ કપૂર પરિવાર સાથે, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, રશ્મિ ઠાકરે, અરબાઝ ખાન સહિતના હજારો લોકો શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરવાસોલિબ્રેશન ક્લબ પહોંચ્યા હતા. આ દરમિયાન સેલિબ્રેશન ક્લબ પર તેમજ આસપાસના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોહતો. શ્રીદેવીના ચાહકો પણ મોટી સંખ્યામાં ક્લબની બહાર જોવા મળ્યા હતા.

શ્રીદેવીની અંતિમ યાત્રા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને વિલેપાર્લેના સેવા સમાજ સ્મશાન ભૂમિ જઈને સમાપ્ત થઇ હતી. શ્રીદેવી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હતી. તેના પાર્થિવ દેહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

શ્રીદેવીના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શ્રીદેવીને અંતિમ વિદાય પહેલા મુંબઈ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

શ્રીદેવીનો દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો હતો. શ્રીદેવીના અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહને મોગરાની સજાવટવાળા વાહન પર લઈ જવામાં આવ્યો હતો.

error: Content is protected !!