ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક ધોરીમાર્ગ અને રેલમાર્ગ બંધ

અમદાવાદ, દેશગુજરાત

ભારે વરસાદને લીધે શાસને કેટલાક ધોરીમાર્ગ તેમજ રેલમાર્ગને સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિની અસર અંગે તાજી માહિતી (26/07/2017 બપોરે 12 કલાક મુજબ)

આર્મીની એક કોલમને બચાવ કામગીરી માટે ધ્રાંગધ્રાથી સાંતલપુર મોકલવામાં આવી છે.

ગુજરાતમાં આવેલા પૂરમાં બચાવકાર્યમાં 12 મોટરબોટ પર 250 આર્મી જવાનો કાર્યરત છે.

પાલનપુર-ડીસા હાઈવે પર વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો છે.

બંધ કરવામાં આવેલા રાષ્ટ્રીય રાજમાર્ગોની વિગતો:

સરલ અને વડગામડા પાસે થરાદ-ધાનેરા-પાંથાવાડા સેક્શન.

NH 168A: ટેટોડા ગામ પાસે ધાનેરા-ઝેરાડા-ડીસા સેક્શન

NH 58: ધરોઈ-ખેરાલુ-વડગામ-પાલનપુર; રાધનપુર-પાટણ (બનાસ નદીનું પાણી ઉપરથી વહી રહ્યું હોવાથી)

સાંચોર-થરાદ-સુઈગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ

પાણી ઉપરથી પસાર થતાં બગોદરા-ધંધુકા રોડ બંધ કરાયો.

તારાપુર-વટામણનો ગલીયાણા બ્રીજ બંધ કરાયો.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા નજીક આવેલા નીચેના બ્રીજને બંધ કરાયો, ઉપરના બ્રીજ પર વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ.

વડોદરા-રાજકોટ વચ્ચેના વાહન વ્યવહારને વાસદથી પ્રવેશ બંધ. NH8 અથવા NE1 પર જવાનો નિર્દેશ

બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં 10 NDRF ટીમો બચાવકાર્ય કરી રહી છે.

બચાવકાર્યમાં વધારો કરવા માટે બનાસકાંઠામાં 5 મામલતદાર મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત બચાવકાર્યમાં ગતી લાવવા માટે 3 ડેપ્યુટી DDO/ 7 TDO ને બનાસકાંઠા મોકલાયા છે.

કાંકરેજના ખેરૈયા ગામમાં આર્મી દ્વારા 54 વ્યક્તિઓને બચાવી લેવાઈ.

આજે બનાસકાંઠામાં અત્યારસુધીમાં 54 વ્યક્તિઓને બચાવી લેવાઈ.

ભારે વરસાદને કારણે બંધ/અટકાવી દેવામાં આવેલા રેલવ્યવહાર અંગે માહિતી

ટ્રેન નં: 22955 કચ્છ એક્સપ્રેસ પાલનપુર સ્ટેશને સવારે 5.10 કલાકે અટકાવી દેવાઈ.

દેવગામ-ભાભર વચ્ચે ટ્રેક પર પાણી ફરી વળતા પાલનપુર-સામખીયાળી સેક્શન પર ટ્રેન વ્યવહાર બંધ કરાયો.

ટ્રેન નં: 12994 પુરી-ગાંધીધામ (24 જુલાઈએ પુરીથી રવાના થયેલી) અમદાવાદ આવી પહોંચતા તેને દેવગામ-ભાભર સેક્શનમાં ટ્રેક પર પાણી ફરી વળવાના કારણે અટકાવી દેવાઈ છે.

Related Stories

error: Content is protected !!