વડાપ્રધાન મોદી, શાહ, યોગી, ઈરાની, ભારતી, તિવારી, ઝડફિયા અને રૂપાલા સહિતના નેતાઓ બુધવારે પ્રચાર અભિયાન અંતર્ગત સભાઓ ગજવશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાનને વધુ પ્રાધાન્ય આપવાનું શરુ કર્યું છે. આજે(બુધવારે) ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીથી લઇ રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીયમંત્રીઓ સહીત ભાજપના અગ્રણી અને સ્થાનિક નેતાઓ સભાઓ ગજાવતા જોવા મળશે. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં 150 થી વધારે બેઠક મેળવવાના લક્ષ્યને પહોંચી વળવા માટે ભાજપે સ્ટાર પ્રચારકોને પણ મેદાને ઉતાર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતમાં 3 જાહેરસભા સંબોધશે. જેમાં ધંધુકામાં સવારે સભા સંબોધી મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. હવે વડાપ્રધાન મોદી દાહોદ અને નેત્રંગમાં જાહેરસભા યોજી ભાજપને વિજયી બનાવવા માટે સ્થાનિક મતદારોને હાંકલ કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારકા ભાજપ કાર્યાલયની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રતિનિધિઓની મુલાકાત લેશે. શાહ   શાહ બુધવારે દ્વારકાના બિરલા ચોક ખાતે 3:30 વાગ્યે  સભાને સંબોધશે, આ સાથે જ ખંભાળિયાના જોધપુર ગેટ ખાતે સાંજે 5:30 વાગ્યે સભા સંબોધશે. આ ઉપરાંત સાંજે 8:૦૦ વાગ્યે જામનગરમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે

ઉત્તરપ્રદેશ (યુપી)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બુધવારે ગુજરાતમાં 4 જાહેરસભાને સંબોધિત કરશે. તેઓ ગારિયાધાર, તાલાલા, સાવરકુંડલા, અમરેલીમાં સભાઓ સંબોધશે.

મનોજ તિવારી  નડિયાદ, અમદાવાદના અમરાઈવાડીમાં સભા ગજવશે.

ઉમાભારતી આજે ગોંડલના પ્રવાસે છે અને તે ગોંડલના મોવિયા અને માંડવીમાં સભાઓને સંબોધશે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોરબંદર અને કુતિયાણામાં પ્રચાર સભા સંબોધશે.

ગોરધન ઝડફિયા માનવદર, કેશોદ અને વિસાવદરમાં સભ યોજશે.

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા  જામજોધપુર, ધ્રોલ (કાલાવડ), માળિયા (માંગરોળ, માનવદર), માણાવદર, વિસાવદર, બગસરા (ધારી)

તેમજ જેતપુરમાં જાહેર સભા સંબોધી વિકાસના ગુણગાન કરશે અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરશે.

error: Content is protected !!