અમરેલીના ચુડાવડ ગામની સીમમાંથી માતાની નજર સામે જ દીપડો 2 વર્ષના બાળકને દબોચી ગયો

અમરેલી : અમરેલી જિલ્લાના બગસરાના ચુડાવડ ગામમાંથી માતાની નજર સામે જ 2 વર્ષના બાળકને દીપડો ઉપાડી જતા ગામમાં ઉહાપોહ મચી ગયો છે. ચુડાવડ ગામમાં  બચુભાઈ કોરાટની વાડીમાં મજુરી કામ માટે રહેતા પરિવારનો 2 વર્ષના બાળક આજે (મંગળવારે) વહેલી સવારે ખેતરની ઓરડી પાસે સુતા હતો આ દરમિયાન દીપડો તેને દબોચી ગયો છે.

માહિતી મુજબ, મેહુલ પ્રભુભાઈ નામના 2 વર્ષનો બાળક તેની માતાની પડખે સૂતો હતો આ દરમિયાન અચાનક ધસી આવેલો દીપડો બાળકને ઉઠાવી જતા આસપાસની વાડીઓમાં રહેતા અન્ય ખેત મજૂરોમાં પણ ફફડાટ ફેલાયો છે. ઘટના અંગે સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાની શોધખોળ આદરી છે.

error: Content is protected !!