ધાંગ્રધાંમાં મેઘ મહેર, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા

ગાંધીનગર: લાંબા સમયના વિરામ બાદ રાજ્યભરના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. જેમાં રાજ્યના 25 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા વરસ્યા છે. બીજી તરફ કેટલીક જગ્યાએ વધારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં સરેરાશ 18 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 2.64 ઇંચ, કચ્છમાં 1.88 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 8.24 ઇંચ, મધ્ય ગુજરાતમાં 13.68 ઇંચ, સૌરાષ્ટ્રમાં 16.32 ઇંચ, દક્ષિણ ગુજરાતમાં 42.88 ઇંચ અને  અમદાવાદમાં 6.24 ઇંચ વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ, માધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 8 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની આગાહી પણ હવામાન વિભાગે કરી હતી.

error: Content is protected !!