Live: દાહોદમાં જાહેરસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દાહોદ, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી વિસ્તાર દાહોદમાં જાહેરસભા સંબોધી રહ્યા છે.

સભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું,

અમે (ભાજપ સરકારે) 5 કરોડ શૌચાલયો બનાવ્યા. શું અમીરોને ઝાઝરું માટે બહાર જવું પડતું હતું? ના. હકીકતમાં શૌચાલયોની સુવિધા ન હોવાથી ગરીબોને જાહેરમાં ઝાઝરું જવું પડતું હતું, ગરીબ માતાઓ-બહેનોને એ માટે સાંજ પડે તેની રાહ જોવી પડતી હતી. ત્યારે અમારી સરકારે લોકોના ઘરે ઘરે શૌચાલયો બનાવ્યા. શું આ બધું અમીરો માટે કરવામાં આવ્યું છે? શું અંબાણી, અદાણી પરિવારોને બહાર જવું પડતું હતું? અમીરો માટે નહીં પરંતુ ગરીબો માટે અમારી સરકારે કામ કર્યું છે. કોંગ્રેસ કહે છે કે મોદી અમીરો માટે કામ કરે છે.

100 સ્માર્ટ સિટીમાં દાહોદ એકમાત્ર એવી નગરપાલિકા છે, જેનો સ્માર્ટ સિટીમાં નંબર લાગ્યો છે. વિકાસના કામ કરવા હોય તો માત્ર ભાજપ સરકાર કરશે, કારણ કે તેને દેશનું ભલુ કરવુ છે.  વિકાસના મુદ્દા પર જ ગુજરાતનું અને ગરીબનું ભલુ થવાનું છે.

આ દેશમાં ક્યારેય આદિવાસી લોકો માટે અલગ મંત્રાલય કે બજેટ ન હતું, કોઈ યોજના ન હતી. કારણ કે, ચૂંટણી જીતવા તેમને બીજેથી માલ મળી જતો હતો. તેમને આદિવાસીની પરવાહ ન હતી. ભાજપની સરકાર બન્યા પછી પહેલીવાર આ દેશમાં આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બન્યું. તેમના માટે બજેટ બન્યું અને સંસદમાં તેમના વિકાસ માટે અલગથી ચર્ચા થવા લાગી. આ કામ ભાજપે કર્યું છે.

કોંગ્રેસના રાજમાં તેઓ વર્ષોથી માંગણી કરતા કે આદિવાસી, દલિતના કમિશનને બંધારણીય હક મળ્યો છે, તેમ બક્ષીપંચને પણ દરજ્જો મળે. કોંગ્રેસ ત્યારે પછાતના નામે રાજકરણ કર્યું.  ક્યારેય તેમને બંધારણીય હકનો વિચાર ન કર્યો. અમારી પાર્ટી બન્યા હતા પછાત સમાજના બધા મારી પાસે આવ્યા. અમે પાર્લામેન્ટમાં પછાતોના હક માટે થઈને બંધારણીય સુધારો લાવવાની વાત કરી. લોકસભામાં અમે પાર કર્યું, પણ રાજ્યસભામાં લટકી ગયું. પછાત માટે તેમના દિલમાં કંઈ હોય તો તેમણે પાર્લામેન્ટમાં અમને મદદ કરી હોત.

કોંગ્રેસ આક્ષેપ કરે છે કે ભાજપ સરકાર અમીરોની સરકાર છે. બ્નેકમાં ખાતા કોના ન હતા? આ ગરીબોના બેંકમાં ખાતા ન હોવાને કારણે તેઓ જરૂરીયાતના સમયે વીમાથી વંચિત રહેતા હતા. અમે 90 પૈસામાં ગરીબોનો વીમો ઉતરાવ્યો, એવા કરોડો લોકોનો વીમો ઉતાર્યો. આફત સમયે સરકારે 1800 કરોડ રૂપિયા ચૂકવ્યા. હવે કહો કે આ અમીરોની સરકાર છે કે ગરીબોની.

error: Content is protected !!