Live: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુરમાં આરએસએસના કાર્યક્રમમાં

નાગપુર: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના અધ્યક્ષ મોહન ભાગવત અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં આરએસએસ દ્વારા નાગપુરમાં આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ.

આ દરમિયાન અંદાજે 700 સ્વયંસેવક આ કાર્યક્રમમાં હાજર છે. પૂર્વ રાષ્ટ્રપતિ અહીં અંદાજે 20 મિનિટ સુધી પોતાનું સંબોધન આપશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હાજર છે. પ્રણવ દા અહીં 3 દિવસ સુધી સંઘના મહેમાન બનીને રહેશે.

ઉલ્લેખનીય છે કે, મુખરજીએ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. જ્યાં સરસંઘચાલક મોહન ભાગવતે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ મુખરજીએ સંઘના સંસ્થાપક કેશવ હેડગેવારને પુષ્પાંજલિ આપી હતી. ત્યાં વિઝિટર બુકમાં મુખરજીએ લખ્યું, ‘મા ભારતીના મહાન સપૂત હતા કેશવ બલિરામ હેડગેવાર.’

No automatic alt text available.

error: Content is protected !!